તવાઈ:શહેરમાં નંબરપ્લેટ વિનાના વાહનો પર પોલીસની ધોંસ, 24 હજાર વસૂલાયા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેન્સી નંબરપ્લેટ લગાડેલ વાહનો પર તવાઈ બોલાવાઇ
  • 102 એન.સી કેસો કરી દંડની વસૂલાત

પશ્ચિમ કચ્છ જીલ્લા ટ્રાફિક પોલીસ અને સીટી ટ્રાફિક પોલીસે નંબરપ્લેટ વગરના અને ફેન્સી નંબરપ્લેટ લગાડેલ વાહનો પર તવાઈ બોલાવી હતી.જેમાં શહેરમાંથી ચાર વાહનો ડીટેઈન કરી રૂપિયા 24 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.વાહન ચાલકોમાં નંબરપ્લેટ મુદ્દે અવનવા શોખ જોવા મળતા હોય છે.તેમજ ગુનાહિત પ્રવુતિ સાથે સંકળાયેલ લોકો સાચા નંબર છુપાવવા અવનવા પેતરા અજમાવતા હોય છે.

ત્યારે પશ્ચિમ કચ્છ જીલ્લા ટ્રાફિક પોલીસ અને સીટી ટ્રાફિક પોલીસે શહેરમાં નિયમ વિરુધ્ધ લગાવાયેલ નંબરપ્લેટ ના વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી.જેમાં કુલ 102 એન.સી કેસો કરી સ્થળપર 24 હજાર જેટલા દંડની રકમ વસુલવામાં આવી હતી.આ ઉપરાંત પોલીસે એમ.વી.એક્ટ મુજબ ચાર જેટલા વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા.પોલીસની નિયમ વિરુધ્ધના નંબરપ્લેટ ચાલકો સામે કાર્યવાહી સતત ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...