પોલીસની તવાઈ:પશ્ચિમ કચ્છમાં જુગાર પર પોલીસની તવાઈ જારી : 37 ખેલી, 77 હજાર સાથે પકડાયા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ કચ્છમાં શ્રાવણીયા જુગાર પર પોલીસની તવાઈ જારી રહી હોય તેમ વધુ 7 દરોડામાં 37 ખેલીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.જેમાં આરોપીઓ પાસેથી રોકડા રૂ.77 હજાર કબ્જે કરવામાં આવ્યા હતા. બેંકર્સ કોલોની,

ભુજ : શહેર એ ડિવિઝન પોલીસે બેંકર્સ કોલોની પાસે આવેલા લીમડાના ઝાડ નીચે બેસીને જુગાર રમતા 4 ખેલીઓને ઝડપી પાડયા હતા.જેમાં ડી.પી.ચોકના શિવા જ્યંતીલાલ ભદ્રા,ગણેશચોકના હિતેશ જ્યંતીલાલ જોગી,હિરેનગર રમેશગર ગુંસાઈ અને પીરવાળી શેરી કેમ્પ એરિયામાં રહેતા હુસેન જુસબ સમાની અટકાયત કરવામાં આવી હતી.આરોપીઓ આંકફેરનો જુગાર રમતા હતા તેઓ પાસેથી રોકડા રૂ.13,860 અને 20,500 ના 5 મોબાઈલ તેમજ રીક્ષા નંબર જીજે 12 બીયુ 5139 કિંમત રૂ.80,000 મળી કુલ રૂ.1,14,360 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ઘાટીયા ફળિયું,ભુજ : ભુજના અનમ રિંગરોડ પર આવેલા ઘાટીયા ફળિયામાં રહેતા હંસાબેન ચંદુલાલ ઠક્કર પોતાના મકાનમાં આર્થિક ફાયદા સારું બહારથી ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવી હારજીતનો જુગાર રમાડતા હોવાની બાતમી મળતા એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો ત્યારે હંસાબેનની સાથે ડાંડા બજારમાં રહેતા વિદ્યાબેન સંજયભાઇ શાહ અને સરોજબેન કિશોરભાઈ સૌશી પાસેથી રોકડા રૂ.5600 કબ્જે કરી જુગારધારાની કલમો તળે એ ડીવીઝનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

નાના કપાયા : નાના કપાયા ગામે લાલુ કોલીનીના આંગણામાં જુગાર રમતા ત્રણ પરપ્રાંતીય ખેલીઓ અમરજીત છોટેલાલ સિંઘ,રાહુલ ક્રિસદત પાંડે અને પ્રસન્નજીત લખ્ખી મંડલને રોકડા રૂ.3200 સાથે ઝડપી લેવામાં આવ્યા હતા દરમ્યાન એલ એન્ડ ટી કંપનીની પાછળ ખુલ્લામાં જુગાર રમતા પશ્ચિમ બંગાળના 4 ખેલીઓને ઝડપી લેવાયા હતા, જેમાં રાજુબાગ સુબલબાગ, સુજીત મોડલ સનાતન મોડલ, શોકિતખાન બંખાખાન અને બાસુદેવ મંડલ વિશ્વનાથમંડલ પાસેથી રોકડા 10,580નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓ ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા હતા.

વડવા કાંયા : નખત્રાણા પોલીસે તાલુકાના વડવાકાંયા ગામે કોલીવાસની બાજુમાં ધાણીપાસા વડે જુગાર રમતા 7 ખેલીઓને ઝડપી રોકડા રૂ.14,770 સહિત મોબાઈલ મળી 32,270 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.જેમાં નથુભાઈ ખેંગારભાઈ બુચિયા, થાવરભાઈ આચર બુચિયા,અશ્વિન મૂળજીભાઈ રાઠોડ,અરવિંદ દામજી બુચિયા,ખેતશી નાનજી બુચિયા,કાંતિલાલ ભીમજી આઠું,દેવશીભાઇ બુધાભાઈ બુચીયાને ઝડપી લેવામાં આવ્યા હતા.

નાની ખાખરમાં પોલીસે 1.80 લાખની રોકડ બદલે 21,720 બતાવ્યાનો આક્ષેપ
અંગ્રેજી દેશી દારૂનો હબ કહેવાતા માંડવીના નાની ખાખર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં બે જુગારની રેડ પોલીસ દ્વારા કરવામાં આવી છે.ગંજી પાનાનો તીનપતીનો જુગાર રમતા નવ જુગારીને 21,720 ની રોકડ સાથે ઝડપી પાડી જુગારીઓનો શ્રાવણ મહિનો બગાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

નાની ખાખર રોડ ઉપર આવેલ પિયાવાવાડી વિસ્તાર પાસે ઇન્દ્રસિંહ નારણજી જાડેજાની વાડીમાં ફોકસ લાઈટના અજવાળે ગંજી પાનાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવતા ગામના દિવ્યરાજસિંહ ઉર્ફે ગોપો કિશોરસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ હેમુભા જાડેજા, અર્જુનસિંહ લધુભા જાડેજા, ઈન્દ્રસિંહ નારણજી જાડેજા, વિજયગીરી છગનગીરી ગોસાઈ, હરપાલસિંહ બટુકસિંહ જાડેજા, વિજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ ઉર્ફે ભાણુભા બહાદુરસિંહ ઝાલા તેમજ મુન્દ્રાના રણજીતસિંહ પાચુભા જાડેજાની અટક કરવામાં આવી હતી.

તેઓ પાસેથી રોકડા રૂ.21720 કબ્જે કરવામાં આવ્યા હોવાનું પોલીસે જાહેર કર્યું છે. દરમ્યાન જુગારીઓ પાસે 1.80 લાખની રકમ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસે માત્ર 21,720ની રકમ બતાવી ને બાકીની 1,58,280ની રકમની ભાગ બટાઇ કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમજ મોબાઇલ અને બાઈકનો મુદામાલ પણ બતાવવામાં આવ્યો નથી બે જુગારીને છોડી મુક્યા હોવાનો મુદ્દો પણ ચર્ચાના સ્થાને છે. મુદ્દો બની ગયો છે.

આ બાબતે પીઆઇ એન.કે.રબારીથી વાત કરતા તેમણે જણાવ્યું કે,ત્રણ દિવસ અગાઉ પાંચ જુગારીને 10,230ની રકમ સાથે ઝડપી પાડયા હતા ફરી આજ ગામમાં 9 લોકોને 21,720 ની રકમ સાથે ઝડપી લીધા હોવાથી સારી કામગીરી અમુક લોકોને હજમ થતી નથી જેથી આવા પુરાવા વગરના ખોટા આક્ષેપ કરાઈ રહ્યા છે એવુ જણાવ્યું હતું. દરોડાની કામગીરીમાં ડી સ્ટાફના જમાદાર લીલા ભાઇ દેસાઈ, કિરણ ચોધરી,ધર્મેન્દ્ર સોઢા,ભાર્ગવ ચોધરી, મૂળરાજ ગઢવી,પિયુષ ચાવડા, ભગીરથ ડાભી, દિલીપ સિંધવ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...