મુલાકાત:સ્મૃતિવનમાં 5 હજાર મુલાકાતી આવતા PM મોદીએ નોંધ લીધી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રણોત્સવના પ્રવાસીઓ સ્મૃતિવન તરફ વળશે

ભૂકંપગ્રસ્તોની યાદમાં ભુજીયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો મુલાકાતીઓ લાભ લઇ રહ્યા છે.અહીં અર્થકવેક મ્યુઝીયમની સાથે રિજિયોનલ સાયન્સ સેન્ટર અને વોકવે સહિતના પ્રકલ્પ હોવાથી છેલ્લા 1 જ મહિનામાં 5 હજારથી વધુ મુલાકાતીઓ આ સ્મારકના સાક્ષી બનીને ભૂકંપની યાદોને તાજી કરી હતી ત્યારે વડાપ્રધાન મોદીએ આ મુલાકાતિઓની સંખ્યાની નોંધ લીધી છે.

2001ના ભૂકંપમાં દુ:ખદ રીતે જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રવાસીઓ સ્મૃતિવનની મુલાકાત લઈ રહ્યા છે તે અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી.તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે,સ્મૃતિવન સ્મારક 2001ના ભૂકંપમાં આપણે દુ:ખદ રીતે ગુમાવેલા લોકોને શ્રદ્ધાંજલિ આપે છે. તે ગુજરાતની સ્થિતિસ્થાપકતાનો પણ ઉલ્લેખ કરે છે. આવનારા મહિનાઓ કચ્છની મુલાકાત લેવા માટે ઉત્તમ સમય હશે કારણકે અહીં રણઉત્સવ છે અને હવે સ્મૃતિવન પણ છે.

મહત્વની વાત છે કે,કચ્છમાં ફરવા માટે અનેક સ્થળો આવેલા છે પણ ખાસ કરીને લોકો રણોત્સવ દરમ્યાન કચ્છમાં વધુ આવે છે અને હવે સ્મૃતિવન તેમજ અંજારમાં વીરબાળ ભૂમી સ્મારક હોવાથી રણોત્સવ જોવા આવતા પ્રવાસીઓ આ તરફ પણ વળસે.જેના કારણે કચ્છમાં પ્રવાસીઓનો ફ્લો વધતા ઇકોનોમીમાં વધારો થશે તેમાં બેમત નથી.આગામી 26 તારીખથી રણોત્સવની શરુઆત થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...