અભ્યાસ:અહિંસા અને ત્યાગ કેન્દ્રિત જૈનીઝમ કોર્ષને સૌપ્રથમ વખત યુનિવર્સિટીમાં સ્થાન

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ યુનિવર્સિટી ખાતે સિવિલ સર્વિસ કોચિંગ સેન્ટર શરૂ કરાશે
  • ​​​​​​​સી આર પાટીલની​​​​​​​​​​​​​​ જૈન સમાજ રજત તુલા કરશે

જૈન ધર્મના મુખ્ય બે સ્તંભ ત્યાગ અને અહિંસાને જીવનમાં ઉતારી આચરણ સાથે શ્રેષ્ઠ સમાજના ઉત્થાનના ઉદ્દેશ સાથે કચ્છ યુનિવર્સિટી ખાતે એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ શરૂ કરાશે. તો આ જ કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સમસ્ત જૈન સમાજ દ્વારા રજત તુલા કરવામાં આવશે. સાથે IAS અને IPS માટે કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે. સરહદી કચ્છ જિલ્લામાં સરકારી પરીક્ષા માટે તૈયારીઓ કરતા યુવાનોને અમદાવાદ અને ગાંધીનગર અભ્યાસાર્થે જવું પડતું હોય છે.

ઘર આંગણે જ પરીક્ષાની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે તેરા તુજકો અર્પણ સંસ્થા તથા આચાર્ય મનોહર કીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજના આર્થિક સહયોગથી 14મી મેના રોજ આચાર્ય મનોહર કીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજ એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને જશવંતભાઈ કલ્યાણજીભાઈ ગાંધી IAS ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવશે. શરૂઆતમાં GPSC ક્રેશ કોર્સ શરૂ કરવામાં આવશે.

આ પરીક્ષાઓ સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. 14મી મેથી શરૂ થનારા GPSC ક્રેશ કોર્સમાં 6 મહિના માટે 40 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. 24 તીર્થંકર ભગવાનના નામે 24 વૃક્ષોનું વાવેતર થશે. પશુ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવશે, 108 ગાડી ઘાસચારાનું વિતરણ કરાશે.

જૈન ધર્મના વિવિધ આયામો પર અનુસંધાન અને પ્રોત્સાહન
કચ્છ યુનિવર્સિટી ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના દિવસે એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ શરૂ કરાશે. શિક્ષણ, સંશોધન, પ્રશિક્ષણ અને વિસ્તરણના માધ્યમથી જૈન ધર્મના વિવિધ આયામો પર અનુસંધાન અને પ્રોત્સાહન પ્રાપ્ત કરવું અને વિશ્વ સમુદાય સુધી વિસ્તારવાનો મુખ્ય ઉદ્દેશ છે.

જૈન સ્ટડીઝનું મિશન જૈન ધર્મનું એક એવું સંશોધન કેન્દ્ર વિકસે જે વ્યક્તિ,શિક્ષા વિશારદ અને સંસ્થાનો સર્વ કોઈને સુલભ હોય તથા આધુનિક ભાષા- ઉપકરણોના માધ્યમથી હસ્તપ્રતો,શિલાલેખોમાં સંગ્રહિત જૈન ધર્મના હિત પરિમાણોનું વિવેચન કરવું અને સમાજમાં જૈન ધર્મના સાંસ્કૃતિક મૂલ્યોનો વિસ્તાર કરવો.

અન્ય સમાચારો પણ છે...