કાર્યક્રમ:સેવા સેતુમાં દબાણોમાં PGVCLના વીજ જોડાણનો નિવેડો આવતો નથી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોગવાઈ નથી તોય નગરપાલિકાની એન.ઓ.સી. માટે દુરાગ્રહથી લોકો ત્રસ્ત
  • કર્મચારીઓએ બપોર બાદ સી.એલ. મૂકી હોઈ સુધરાઈ અદૃશ્ય

ભુજ શહેરમાં શનિવારે વોર્ડ નંબર 11નો સેવા સેતુ કાર્યક્રમ ટાઉનહોલમાં રખાયો હતો. પરંતુ, તમામ સરકારી કચેરીના વર્ગ 3 અને 4ના કર્મચારીઅોઅે બપોર બાદ સામૂહિક સી.અેલ. રજા પાડી હતી, જેથી બપોર બાદ અન્ય કચેરીના કર્મચારીઅો સાથે સુધરાઈ પણ અદૃશ્ય થઈ ગઈ હતી. જોકે, સેવા સેતુમાં પણ પી.જી.વી.સી.અેલ.નો દબાણોમાં વીજ જોડાણનો નિવેડો અાવતો નથી.

કેમ કે, જોગવાઈ નથી તોય વીજ કચેરી દ્વારા નગરપાલિકાની અેન.અો.સી. માટે દુરાગ્રહ રખાય છે, જેથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. જે તરફ લોક પ્રતિનિધિઅો પણ ધ્યાન અાપતા નથી. અેટલે પ્રશ્ન થાય છે કે તો પછી સેવાસેતુનો કાર્યક્રમ રાખવાની અને લોક પ્રતિનિધિ હોવાનો થપ્પો લઈને ફરવાની શું જરૂર છે.

બીજી તરફ સેવાસેતુ કાર્યક્રમ શહેરી તબક્કા-8માં 13 વિભાગોની વિવિધ 56 પ્રકારની સેવાઅો અેક જ સ્થળે અાપ્યાનો દાવો કરાયો હતો. સરકારી દાવામાં પણ જણાવાયું હતું કે, સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી અરજદારોઅે વ્યક્તિગત અરજીઅો લાવ્યા હતા. જેનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં અાવ્યો હતો.

પરંતુ, અરજદારો પાસેથી મળતી વિગતો મુજબ માત્ર અરજીઅો જ સ્વીકારવામાં અાવી હતી. નિવેડો જે તે કચેરી મારફતે લાવવા કહેવાયું હતું. પ્રારંભમાં સેવાસેતુ કાર્યક્રમનો દિપ પ્રાગટ્ય નગરપાલિકાના શાસક પક્ષના નેતા અશોક પટેલના હસ્તે કરાયા બાદ કાર્યક્રમ ખુલ્લો મૂકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...