બેઠક:3 જ્ઞાતિની વાડીમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માટે સમજાવાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર.સી.એમ.એ નગરપાલિકામાં સવારે બેઠક યોજી નિયમોથી વાકેફ કર્યા

ભુજ નગરપાલિકામાં શનિવારે સવારે પ્રાદેશિક કમિશનરે લોહાણા, રાજગોર અને ગોસ્વામી સમાજના અાગેવાનોને લગ્ન વાડીમાં ફાયર સેફ્ટીના સાધનોની અાવશ્યકતા ઉપરાંત નિયમોથી વાકેફ કર્યા હતા. જે બાદ જ્ઞાતિ અાગેવાનોઅે વહેલી તકે નિયમોનું પાલન કરવા ખાતરી અાપી હતી.

નગરપાલિકાઅોના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસે ભુજ નગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગ્રેડ જોડે બેઠક યોજી હતી, જેમાં વધુ લોકો અેકઠા થતા હોય અેવા સ્થળોઅે ફાયર સેફ્ટીના સાધનો વસાવાયા છે કે નહીં અેનો અહેવાલ માંગ્યો હતો, જેમાં ભુજ ફાયર અોફિસર સચીન પરમારે જણાવ્યું હતું કે ભુજ શહેરની 6 જ્ઞાતિઅોઅે લગ્નવાડીઅોમાં ફાયર સેફ્ટીના સાધનો લગાડ્યા ન હતા. જેમને નોટિસ બાદ હજુ પણ ત્રણ સમાજની વાડીમાં નિયમોનું પાલન થયું નથી, જેથી અાર.સી.અેમ.અે તાત્કાલિક જ્ઞાતિના વડાઅો જોડે બેઠક યોજી હતી.

ફાયર સેફ્ટીના અભાવે અાગ લાગવાની ઘટના સમયે જાનહાનિની ભીતિ રહે છે. ઉપરાંત સરકારે પણ ફાયર સેફ્ટીના સાધનો ન વસાવનારાની મંજુરી રદ કરવા સહિતના નિયમો ઘડ્યા છે. અેવું જણાવી તાત્કાલિક પાલન કરવા જણાવ્યું હતું. જ્ઞાતિ અાગેવાનોઅે પણ હકારાત્મક વલણ અપનાવી ખાતરી અાપી હતી. આગના બનાવો પર તાકીદના ધોરણે કાબુ મેળવવા માટે ભુજની 3 જ્ઞાતિના વડાઓને વાડીઓમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવા સમજ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...