• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • People Surrounded The Family Who Went To Mirjapar In Bhuj To Check Their Child, Mistaking Them For A Gang Of Child Abductors

ગેરસમજના કારણે હોબાળો:ભુજના મીરજાપરમાં સંતાનની તપાસ માટે ગયેલા પરિવારને લોકોએ બાળકો ઉઠવતી ગેંગ સમજી ઘેરાવ કર્યો

કચ્છ (ભુજ )2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર મહિલા અને એક પુરુષને ગ્રામજનોએ પકડી પોલીસને હવાલે કર્યા

ભુજના શાંતિનગર વિસ્તારમાં ગત તા. 23ના રોજ શિશુ સાથે ફરતું એક દંપતી બાળકો ઉઠાવતું હોવાની શંકાએ બબાલ મચી ગઇ હતી જેમાં પોલીસ તપાસમાં દંપતી ભિક્ષાવૃત્તિ કરવા ગયું હોવાનું ખુલ્યું હતું એજ પ્રકારે આજે નજીકના મીરજાપર ગામમાં પણ સવારે 11 વાગ્યાની આસપાસ ત્રણ મહિલા અને એક પુરુષને લોકોએ બાળકો ઉઠવતી ગેંગ હોવાની શંકાએ ઘેરી લીધા હતા અને પોલીસને હવાલે કર્યા હતા. જોકે આ સમય દરમ્યાન પકડાયેલા લોકોએ પોતાની વાત રજૂ કરી હતી પરંતુ રોષે ભરાયેલા લોકોએ વાતને નજરઅંદાજ કરી હોવાનું જાણવા મળ્યું હતું. અલબત્ત પકડાયેલા લોકો ઘરેથી ભાગેલા સંતાનની શોધમાં મીરજાપર ગયા હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. એ ડિવિઝન મથકે રખાયેલા લોકોના નિવેદન લેવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

સંતાનની શોધમાં ગયેલો પરિવાર ટોળા વચ્ચે ઘેરાઈ ગયો
આજે બપોરના 12 વાગ્યા બાદ સોશિયલ મીડિયા પર મીરજાપરમાં બાળકો પકડતી ગેંગ પકડાઈ ગયાના વીડિયો વાઇરલ થયા હતા. આ અંગે પોલીસનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે એ ડિવિઝન મથકે લવાયેલા લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે. પરંતુ પ્રાથમિક તપાસમાં આ કોઈ બાળકો ઉઠવતી ગેંગ માત્ર લોકોની શંકા છે. મીરજાપર ગામના સરપંચ વિનોદ વરસાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે ગામમાં બાળકો ઉઠવતી ગેંગ વિશેના સમાચાર મળ્યા પરંતુ આ વિશેની માહિતી મેળવતા પકડાયેલા ત્રણ મહિલા અને એક પુરુષ ભુજના એકતાનગરના રહેવાસી છે અને ઘરેથી નાસી ગયેલા સંતાનની ખબર મળતા તેઓ તેની તલાસમાં મીરજાપર આવ્યા હતા. અને ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેના રહેણાંક વિસ્તારમાં કોઈ ઘરે પાણી પીવા જતા તેઓ બાળકો ઉઠાવવા આવ્યા હોવાનું માની લેતા ટોળું ભેગું થઈ ગયું હતું. અને શંકાસ્પદ પરિવારને પોલીસના હવાલે કર્યું હતું. જોકે તેઓ બાળકો ઉઠાવવા આવ્યા હતા તેવું હજુ સુધી પુરવાર થયું નથી.

નવરાત્રિ દરમિયાન પણ આજ પ્રકારે યુપીના એક પરિવાર સાથે પણ ગામમાં આવુજ બન્યું હતું. જોકે બાદમાં તે પોતાની દીકરીને લઈ જતા હોવાનું ખુલવા પામ્યું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છમાં હાલ એક બાદ એક બાળકો ઉઠાવી જતા હોવાની અફવાઓ ફેલાતા લોકોમાં પણ ક્યાંકને ક્યાંક સંતાનોને લઈ અસલામતીની ભાવના બની રહી છે. જાગૃત લોકોએ ખરાઈ કર્યા વગર સંદેશા સોસીયલ મીડિયામાં આગળ મોકલતા અટકાવવા જોઈએ એવું લોકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...