વીજળી મહોત્સવ:લોકોએ જરૂર પુરતો વિદ્યુતનો વપરાશ કરી પોતાનું યોગદાન આપવું જોઇએ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માધાપરમાં વીજળી મહોત્સવ કાર્યક્રમ યોજાયો

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજય અને કેન્દ્ર સરકારના સહયોગથી ઉજવાઇ રહેલા વીજળી મહોત્સવ અને ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય પાવર હેઠળ વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યના પ્રમુખ પદે માધાપરમાં યક્ષ મંદિરમાં યોજાયેલા વીજળી મહોત્સવમાં તેમણે જરૂર પુરતી વીજળી વાપરીએ વીજળીનો દુરૂપયોગ ન કરીએ તેવી શીખ આપી હતી.

જિ.પં. પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે પ્રદુષણ ઘટાડવા પવન અને સૌર ઉર્જા મહત્વપૂર્ણ છે. જે કચ્છમાં 40 હજાર મેગાવોટ વીજળી રીન્યુએબલ એનર્જી પાર્કથી મેળવી શકાશે. પૂર્વ રાજયમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, વીજળી મહોત્સવના બીજા દિવસે ભુજ, મુન્દ્રા, માંડવી, અબડાસા, પશ્ચિમ કચ્છ વિસ્તારમાં ઉર્જા માટે જનજાગૃતિ, લોકકલ્યાણ અર્થે કરાતા કાર્યક્રમો તેમજ સંલગ્ન સાત કંપનીઓની કામગીરી અને સરકારી યોજનાના લાભો તેમજ વીજ કર્મયોગીઓને બિરદાવવામાં આવી રહ્યા છે.

સ્વાગત પ્રવચનમાં કાર્યપાલક ઈજનેર જે.એમ.કષ્ટાએ કર્યું હતું. વિદ્યુત ક્ષેત્રની રાજયની પ્રગતિને દર્શાવતી ટુંકી ફિલ્મો સૌએ નિહાળી હતી. ઉજ્જવલ ભારત અંતર્ગત નિર્માતા પરેશ ભટૃ ‘કલગી’નું વારી વીજલડી નાટક ભજવાયું હતું. આ તકે ભારત સરકારની સૌભાગ્ય યોજના હેઠળ વિનામૂલ્યે ઘરગથ્થુ વીજ જોડાણના પ્રમાણપત્રો લાભાર્થીઓને અપાયા હતા.

માધાપરના સરપંચ ગંગાબેન મહેશ્વરી અને પ્રેમિલાબેન આહિર,.દિનેશભાઇ ઠકકર, ભરતભાઇ, કલેકટર પ્રવિણા ડી.કે., મદદનીશ કલેકટર અતિરાગ ચપલોત, જે.એચ.તલાટી, એચ.પી. રાઠોડ, રીટાબેન પીંડોરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...