તકેદારી રાખવા અપીલ:હોળી-ધૂળેટીના તહેવાર સંદર્ભે લોકોને સાવચેત રહેવા પ. કચ્છ પોલીસની અપીલ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુનાહિત બનાવ બને ત્યારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો

હોળી-ધૂળેટીના તહેવાર અંતર્ગત જાહેર જનતાને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.કોઈ ગુનાહિત પ્રવૃતિનો ભોગ બને ત્યારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે. હોળી-ધુળેટીના તહેવાર અનુસંધાને જ્યારે બજાર કે ભીડભાડ વાળા રસ્તે પસાર થાવ ત્યારે પહેરેલ સોના-ચાદીના દાગીના તેમજ પર્સ કે મોબાઇલ ફોનનું ખાસ ધ્યાન રાખવું,બહાર જવાનું થાય ત્યારે મોટર સાયકલ-કાર વ્યવસ્થિત જગ્યાએ સી.સી.ટી.વી. કેમેરાની નજર હેઠળ પાર્ક કરવા તેમજ હેન્ડલ લોક રાખવા અને ખાસ પાર્કિંગ રાખેલ ગાડીમાં રોકડ રકમ કે કિંમતી સામાન રાખવો નહીં.

જ્યારે રોડ પરથી પસાર થઈ રહ્યા હોય ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ તમારી કાર-મોટર સાયકલ ઊભી રાખવા ઇસરો કરે અથવા તમારું ધ્યાન ભટકાવવા કોશિશ કરે તો ખાસ એલર્ટ રહેવું.બેન્ક, જ્વેલરી શોપ કે આંગડિયા પેઢીમાં જતી અને પાછા ફરતી વખતે ખાસ ધ્યાન રાખો, કોઈ તમારો પીછો કરતું હોય એવું લાગે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો.કોઈપણ રિક્ષા,બસ,ટ્રેન કે ખાનગી પેસેંજર વાહનમાં મુસાફરી કરતી વખતે ખાસ એલર્ટ રહો અને તમારા કિંમતી સમાનનું ધ્યાન રાખો.

ખાનગી પેસેંજર વાહનનો ઉપયોગ કરતાં સમયે તે વાહનના રજીસ્ટ્રેશન નંબર નોંધી લેવાની કાળજી રાખો.હોળી-ધુળેટીના વેકેશન પર જઈ રહ્યા હોય ત્યારે કિંમતી સામાન કે રોકડ રકમ બેન્કમાં મુકી દેવી.ખાસ વયોવૃધ્ધ,સિનીયર સીટીજન હોળી-ધુળેટી તહેવાર અન્વયે ધાર્મિક જગ્યાએ દર્શનાર્થે જતા હોય ત્યારે અજાણી વ્યકિતઓ સરનામું પુછી શરીરે પહેરેલ સોનાના દાગીનાની ચીલઝડપ કરે છે અથવા તો કોઇ બનાવ બનેલ છે અને પોતે પોલીસવાળા છે તેવી ખોટી ઓળખ આપી પહેરેલ દાગીના આપવા જણાવે ત્યારે આવા વ્યકિતઓની વાતમાં નહીં આવી સચેત તથા સાવધાન રહેવું.કોઈપણ બનાવ બને ત્યારે પોલીસ કંટ્રોલ રૂમ ભુજ,૦૨૮૩૨ ૨૫૦૯૬૦ ,એલ.સી.બી. શાખા ભુજ,૦૨૮૩૨ ૨૫૮૦૨૯ અને ૧૮૧ મહિલા હેલ્પ લાઇન નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...