• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • People Rs. 21 Will Be Able To Obtain The National Flag By Making A Grant; Through Improvement, 7 Distribution Centers Will Be Set Up In The City

બેઠક:‌લોકો રૂ. 21 અનુદાન આપીને રાષ્ટ્રધ્વજ મેળવી શકશે; સુધરાઇ દ્વારા શહેરમાં 7 વિતરણ કેન્દ્રો ઉભા કરાશે

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાએ બેઠક બાદ શહેરની વોર્ડ ઓફિસમાં પણ ગોઠવી વ્યવસ્થા
  • જિલ્લા કલેકટરે પણ હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનને સુપેરે પાર પાડવા માટે બેઠક બોલાવી

દેશને દેશ સ્વતંત્રતા મળ્યાને ને 75 વર્ષ થતા કેન્દ્ર સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે, જેથી ભુજ નગરપાલિકાઅે શહેરમાં 7 વોર્ડ અોફિસોઅે 21 રૂપિયા અનુદાન અાપી રાષ્ટ્રધ્વજ મેળવવાની વ્યવસ્થા ગોઠવી છે. જે માટે સમાજના વિવિધ સંગઠનો જોડે બુધવારે ટાઉનહોલમાં બેઠકનું અાયોજન કર્યું હતું. બીજી તરફ કચ્છ જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને પણ કાર્યક્રમના આયોજનને લઈને બેઠક યોજાઈ હતી.

કલેકટરે અધિકારીઓને હર ઘર તિરંગા કાર્યક્રમનું સુચારુ આયોજન થાય તે માટે સૂચના આપી હતી. ઉપરાંત તિરંગાની ખરીદી કરવામાં કોઈ જ નાગરિકને તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવા સૂચના આપી હતી. વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈને લોકોને તિરંગો ફરકાવવા માટે પ્રેરણા આપે એવો અનુરોધ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 13થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થનારી છે. આ દરમિયાન વિવિધ જાહેરસ્થાનો, સરકારી સંસ્થાઓ, જેલ, સ્કૂલો, કોલેજો, આરોગ્ય કેન્દ્રો અને તમામ ઘરો પર તિરંગો ફરકાવવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, દરેક નગરપાલિકાના પ્રમુખો, નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પ્રાંત અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બીજી તરફ ભુજ શહેરના ટાઉનહોલમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કર અને મુખ્ય અધિકારી જીગર પટેલે વિવિધ સંગઠનો જોડે બુધવારે સાંજે 4.30 વાગે બેઠક યોજી હતી, જેમાં બાર અેસોશિઅેશનના પ્રમુખ હેમસિંહ ચાૈધરીઅે જાગૃતિ માટે હજુ અેક બેઠકના અાયોજનની જરૂરત ઉપર ભાર મૂક્યો. શૈલેષ જોશી, ઉપેન્દ્ર ઉપાધ્યાય, મગન ઠક્કરે પણ મંતવ્યો રજુ કર્યા હતા.

ભુજમાં 10મી અોગસ્ટથી વિતરણ કેન્દ્રો શરૂ
ભુજ નગરપાલિકામાં 10મી અોગસ્ટથી રાષ્ટ્રધ્વજનું વિતરણ શરૂ થશે. અે ઉપરાંત સરપટ નાકે પુરુષોત્તમ પાર્ક, મંગલમ ચાર રસ્તે, સહયોગનગર ચોકડીઅે કતિરા કોમ્પલેક્સમાં, પ્રમુખ સ્વામીનગર પાસે તોરલગાર્ડનમાં, અાર.ટી.અો. પાસે ફાયર સ્ટેશને, મોટાબંધ પાસે ટાઉનહોલમાં નગરપાલિકાની વોર્ડ અોફિસે પણ રાષ્ટ્રધ્વજ મેળવી શકાશે. અેવું અેન.યુ.અેલ.અેમ.ના મેનેજર કિશોર શેખાઅે જણાવતા ઉમેર્યું હતું.

ભુજ શહેરમાં જોડાવવા સંપર્ક નંબર
ભુજ શહેર માટે 9925170507 મોબાઈલ નંબર ઉપર વિશેષ માહિતી મેળવી શકાશે. જે નંબર ઉપર સામાજિક, શૈક્ષણિક સહિતની સંસ્થાઅો સંપર્ક સાધી જોડાઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...