કૃષિ:નખત્રાણા-રવાપર પંથકમાં લોકો ખેતરોમાં વ્યસ્ત; બજારમાં છેલ્લી ઘડીએ ઘરાકી નિકળવાની આશા

રવાપર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરોમાં ઝડપથી કામ પૂર્ણ કરવા વધુ મજૂરી આપવામાં આવી રહી છે

બે વર્ષ બાદ ચાલુ વર્ષે સાતમ-અાઠમ અને નવરાત્રી તહેવારો ધામધૂમથી ઉજવાયા છે. તેવામાં ચોમાસું સારૂ જતાં હવે વેપારીની દિવાળીના તહેવાર ઉપર મીટ મંડાઇ છે. જોકે હાલ નખત્રાણા અને રવાપર પંથકમાં જોઇઅે તેવી ધરાકી બજારમાં નિકળી નથી. છેલ્લા દિવસોમાં ગ્રાહકો બજારમાં અાવશે તેવી અાશા વેપારીઅોને છે.રવાપર વિસ્તારમાં મજુર વર્ગ તથા ખેડૂતો હાલ ખેતરોમાં મગફળી લણણીમાં વ્યસ્ત છે. તો કપાસ વીણવા સહિતના કામોનો પણ ધમધમાટ છે. મજુર વર્ગને ખેતરોના કામ કાજ પતાવી નાણાં મળશે તે પછી પાછલા બે-ચાર દિવસ દિવાળીની ખરીદી કરવા નીકળશે તેવી વેપારીઅોને અાશા છે.

તો હાલ છુટા-છવાયા ગ્રાહકો બજારમાં જોવા મળી રહ્યા છે. ઘડાણીના ખેડૂત જીતુભાઇ રંગાણીએ જણાવ્યું કે, ખેતરોમાં હાલ મગફળીના પાકની કામગીરી પુરજોશમાં ચાલુ છે. તે પૂર્ણ થયા બાદ જ બજારમાં દિવાળી જોવા મળશે. નાગવીરીના ખેડૂત ચંદુલાલ પટેલ તેમજ રમેશભાઇ ભાદાણીએ જણાવ્યુ કે હાલમાં ખેતરોમાં ખૂબ જ કામ છે. મજુરને 300 અને 350 મજુરી આપતા કામદારોની પડા-પડી થઇ રહી છે. વહેલાસર ખેતરોના કામ-કાજમાંથી છૂટા થવા વધુ મજુરી આપવી પડે છે. પાછલા બે-ચાર દિવસે ગ્રાહકો અાવશે તેવું અન્ય વેપારીઅો હસમુખ પટેલ, બિપીન ઠક્કર, જીગ્નેશ જોષીએ જણાવ્યુ હત.

અન્ય સમાચારો પણ છે...