માનવ સર્જિત પાણીની સમસ્યા:વાલ્કા નાનામાં માનવ સર્જિત પાણીની તંગીથી લોકો પરેશાન

દયાપર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન તથા પાણીનો વેડફાટ જવાબદાર

નખત્રાણા તાલુકાના વાલ્કા ગામમાં વારંવાર પાણીની સમસ્યા સર્જાઇ રહી છે. તેવામાં હવે ગામલોકોઅે પાણીપુરવઠા વિભાગને રજૂઅાત કરી છે. ગામ લોકોઅે દયાપર સ્થિત નાયબ કાર્યપાલક ઇજનેરને અાપેલા પત્રમાં જણાવ્યું હતું કે વાલ્કામોટા જુથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામ વાલ્કા નાનામાં વારંવાર પાણીની સમસ્યા સર્જાય છે.

વર્તમાનમાં ઉનાળાની ઋતુ ચાલે છે અને આવી કાળઝાળ ગરમીમાં પાણીની વધારે જરૂરીયાત હોય છે. તેવામાં પાણી પહેલાથી જ ઓછું મળે છે. જેનું મુખ્ય કારણ અે છે કે વાલ્ કામોટા થી વાલ્કાનાના ગામે આવતી પાણીની પાઇપલાઇનમાં પાણીનો મોટો જથ્થાે છોડવામાં અાવે છે. પરંતું હજારો લિટર પાણી નદી નાળામાં વેડફાટ થાય છે. જેના કારણે પુરતા પ્રમાણમાં વાલ્કા નાનામાં પાણી અાવતુ નથી. તો અમુક લોકો ઘ્વારા ગેરકાયદેસર રીતે ગામની પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ગેરકાયદેસર રીતે કનેક્શન લઇ લેવામાં અાવ્યા છે.

આ બાબતે વાલ્કામોટા જુથ ગ્રામ પંચાયતના સરપંચને મૌખિક રીતે ગ્રામજનો ધ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આજદિવસ સુધી પાણીના પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો નથી. જેથી ગ્રામજનોઅે હવે પાણી પુરવઠા વિભાગને લેખિત રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...