• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • People Are Eager For 'home Stay' But Not Getting Proper Guidance, Registration Procedure Of Tourism Department Is Also Complicated.

અતિથિ દેવો ભવ::‘હોમ સ્ટે’ માટે લોકો ઉત્સુક પરંતુ યોગ્ય માર્ગદર્શન નથી મળતું, ભુજ પ્રવાસન વિભાગની રજીસ્ટ્રેશન વિધિ પણ અટપટી

ભુજ24 દિવસ પહેલાલેખક: પ્રકાશ ભટ્ટ
  • કૉપી લિંક
ભુજમાં પ્રવાસન વિભાગમાં નોંધાયેલા 10થી 12 ‘હોમ સ્ટે’માંથી એક ઘરનું અંદરનું દૃશ્ય. જેમાં કચ્છની સંસ્કૃતિ અને સભ્યતા દેખાઇ રહી છે. - Divya Bhaskar
ભુજમાં પ્રવાસન વિભાગમાં નોંધાયેલા 10થી 12 ‘હોમ સ્ટે’માંથી એક ઘરનું અંદરનું દૃશ્ય. જેમાં કચ્છની સંસ્કૃતિ અને સભ્યતા દેખાઇ રહી છે.
  • 26 ઓકટોબર થી રણોત્સવ શરૂ થાય છે, ત્યારે મહેમાન ગતિ માટે કચ્છીઓ બનશે સજ્જ
  • હોટેલ અને રિસોર્ટ્સ પેક હોય, પર્યટકોનો ભારે ધસારો હોય ત્યારેે‘હોમ સ્ટે’ બને છે આશીર્વાદરૂપ

વિશ્વના ફલક પર પ્રવાસન ક્ષેત્રે સફેદ રણને કારણે કચ્છ ઊભરી આવ્યું છે.ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છના વિવિધ ફરવાના સ્થળની મુલાકાત લે છે. આવનાર દરેક ત્રણથી ચાર દિવસ કચ્છમાં રોકાય છે. આ દરમિયાન બધી જ હોટલો, ગેસ્ટહાઉસ, રિસોર્ટ, ધાર્મિક ઉતારા પેક હોય છે. પ્રવાસનને વેગ આપવા માટે ‘હોમ સ્ટે’ને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

સરકાર કરતા ખાનગી વેબસાઇટ દ્વારા થતા બુકિંગમાં વધુ ફાયદો
પ્રવાસન વિભાગ દ્વારા રજિસ્ટ્રેશનની કામગીરી વધુ અટપટી બનતા લોકો ઉત્સુક હોવા છતા ખાસ પ્રતિભાવ મળ્યો નથી. ગોવા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં ‘હોમ સ્ટે’ માટેની જાગૃતિ જોવા મળે છે તે કચ્છમાં હજી સુધી આવી નથી. સરકાર કરતા ખાનગી વેબસાઇટ દ્વારા થતા બુકિંગમાં વધુ ફાયદો જોવા મળે છે. હવે જ્યારે પ્રવાસન ઋતુ શરૂ થઇ રહી છે, ત્યારે ટુરિઝમ વિભાગે વધુ સરળ કામગીરી કરી સ્થાનિકોને આ વ્યવસાય તરફ આકર્ષવા જોઇએ.

આ રહ્યા રજિસ્ટ્રેશન માટે રજૂ કરવાના જરૂરી દસ્તાવેજો
પાસપોર્ટ ફોટો , પોલીસ પ્રમાણીકરણનું ફોર્મ ,100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એફીડેવિટ ,પ્રોપર્ટીનો નક્શો ,રૂમના ફોટા , દસ્તાવેજની કોપી ,ગામ નમૂનો 7/12 અને 8અ , ઘરનું વીજળી બિલ , ઘરનો વેરો ,આધારકાર્ડ / ચૂંટણીકાર્ડ / પાસપોર્ટ / ડ્રાઇવિંગ લાયસન્સ(આમાંથી કોઇ પણ ત્રણ) , બાંધકામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર , ગ્રામ પંચાયતનો દાખલો , ઓનલાઇન પેમેન્ટ.

લોકો ‘હોમ સ્ટે’નો કન્સેપ્ટ હજુ સમજ્યા જ નથી
છેલ્લા 7 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા ‘જાટ હાઉસ’ના ગાયત્રી જાટ જણાવે છે કે, લોકોમાં હજી સુધી મહેમાનગતિનો આ કન્સેપ્ટ યોગ્ય રીતે સ્પષ્ટ નથી થયો. પોતાના ઘરમાં રહેતા માલિકે જ બે થી ચાર રૂમ અલગથી ફાળવી તેમાં મહેમાન તરીકે રહેવાની વ્યવસ્થા ઉભી કરે તે જ સાચું ‘હોમ સ્ટે’ કહેવાય.

હિમાચલ સરકારે સિંગલ વીન્ડો ક્લિયરન્સ આપ્યું
છેલ્લા એકાદ દશકાથી હિમાચલ પ્રદેશના અલગ અલગ ગામોમાં ફરીને લોકોને હોમ સ્ટે સેટઅપ ઉભુ કરવા માટે મદદ કરતા અને હોમ સ્ટે માટે યુએનડીપીમાં વિશેષજ્ઞ રુપે ફરજ પણ નિભાવી ચુકેલા બલરામ ગર્ગએ જણાવ્યું કે કેંદ્ર સરકાર અને રાજ્યોની પણ તે આધારે હાલમાં જો હોમ સ્ટે શરૂ કરવુ હોય તો તે માટેની દસ્તાવેજી પ્રક્રિયા ખરેખર તો કોઇ ગેસ્ટ હાઉસ કે હોટલ જેવી છે. જે એટલી જટીલ ન હોવી જોઇએ, જેમ કે દરેક રુમમાં એટેચ્ડ શૌચાલયનો આગ્રહ, ફરજિયાત સેફ્ટીના સાધનો, પાર્કિંગ અને રોડ ટચનો આગ્રહ એક સાચા અર્થમાં હોમ સ્ટે પાસેથી વધારે પડતું છે. હિમાચલ પ્રદેશની સરકાર દ્વારા તાજેતરમાં એકજ દિવસમાં ત્રીસ જેટલા હોમ સ્ટેની પરવાનગીઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...