હાલાકી:નારાયણ સરોવરમાં બંધારાની ખારી માટી ઉડતાં લોકો પરેશાન

નારાયણસરોવર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરિયાને આગળ વધતો રોકવા બનાવાયેલો બંધારો મુસીબત બન્યો

નારાયણસરોવરમાં એક દાયકા પહેલાં દરિયાને આગળ વધતો રોકવા બનાવાયેલો બંધારો લોકો માટે મુસીબત બની રહ્યો છે. મંગળવારે ફૂંકાયેલા પવનથી ગરમીમાં રાહત રહી હતી પણ બંધારામાંથી ઉડેલી ખારી માટીના કારણે ગ્રામજનો પરેશાન થયા હતા. સ્થાનિક અગ્રણી સુમાર મહેશ્વરીએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, ખારી માટી લોકોના આરોગ્યની સાથે ફળદ્રુપ જમીનને પણ નુક્સાન કરી રહી છે.

બંધારામાં દરવાજા છે તે ખોલી નખાય તો સમસ્યા હલ થાય તેમ છે. આ બાબતે આસપાસના ગમોના લોકોને સાથે રાખીને આગામી સમયમાં કલેક્ટરને રજૂઆત કરાશે. ફારૂક મેમણે વાતમાં સૂર પૂરાવતાં કહ્યું હતું કે, બંધારા બન્યા પહેલાં બે બાજુ પાણી હતું જેને પગલે ગામમાં પ્રવેશતાં જ સુંદર લાગતું હતું. અગાઉ પાણીના કારણે બારે માસ પક્ષીઓ રહેતાં હતાં હવે રેગીસ્તાન બની ગયું છે. બંધારામાંથી પાણી છોડવાની માગ તેમણે પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...