અહીંના વલ્લભ નગર પાસે રોડ પર આવેલા તળાવમાં ઘણા સમયથી ગટરના પાણીના કારણે આખા તળાવ દશા બગડી છે. અા અંગેની રજુઆત પાલિકામાં કર્યા પછી કોઇ પગલા ન લેવતા આમ આદમી પાર્ટી પાસે રજુઆત કરવામાં આવી હતી.
નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગાંડા બાવળની ઝાડી વધી ગઇ હોઈ પ્રિમોન્સૂનની પણ કામગરી શુન્ય જોવા મળી હતી. આપના સંજય બાપટ, અભાભાઈ ગઢવી, માણેક બારોટએ આ તળાવની મુલાકાત લીધી હતી અને સતાધીશો તંત્રને આડે હાથ લેતા જણાવ્યું હતું કે વલ્લભ નગર બાબા વાળી વિસ્તારમાં જ્યાં ભાજપ જિલ્લા મહામંત્રી, ભાજપ શહેર પ્રમુખ, કાઉન્સિલરો રહેતા હોય તે વિસ્તારમાં જો આટલી મોટી સમસ્યાઓના ઉકેલ ન આવતા હોય તો આમ આદમી પાર્ટીને આ સમસ્યાઓનો ઉકેલ લાવવા ના પ્રયત્નો કરવા પડશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.