કમિશનરની સૂચના:પાલિકામાં પ્રમુખ અને ચેરમેનની સહી વગર ચૂકવણા નહીં કરાય

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ સુધી મુખ્ય અધિકારી જોગવાઈઓનો ભંગ કરતા રહ્યા
  • ફરિયાદના પગલે પ્રાદેશિક કમિશનરે પાલન કરવા સૂચના આપી

નગરપાલિકાઓમાં મુખ્ય અધિકારીઓ પ્રમુખ અને ચેરપર્સનની સહી વિના જ બિલના ચૂકવણા કરી દે છે. જેની ફરિયાદ રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર પાસે થઈ હતી, જેથી જોગવાઈઓને ટાંકીને સૂચના આપવામાં આવી છે કે, જોગવાઈ મુજબ નિયત નમુનામાં સંબંધિત પદાધિકારીઓની સહી બાદ જ ચૂકવણા કરવાના રહેશે.

પ્રાદેશિક કમિશનરે 20મી મેના તમામ નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓને ચુકવણા અંગેની કાર્ય પદ્ધતિ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, 2015ના ઠરાવથી માત્ર ચેકમાં સહી કરવાની શરતી સત્તાઓ નગરપાલિકાના મુખ્ય અધિકારીને અને કચેરીના એકાઉન્ટન્ટને આપવામાં આવી છે.

2021ના કાર્યાલય આદેશથી ચેકલીસ્ટ એન્ડ પિ-ઓડીટ પેમેન્ટ સિસ્ટમનું અનુસરણ કરવા જણાવવામાં આવેલ છે. પરંતુ, એકાઉન્ટ ઓફિસરે જોગવાઈઓ અનુસાર નિયત નુમના મુજબનું બિલ વાઉચર તૈયાર કરીને તેના આધારે ચેક તૈયાર કરવા જણાવવામાં આવેલ છે, જેમાં બિલના ખર્ચની પૂર્વ મંજુરી અગર તો સંબંધિત બિલના ચુવકણાની મંજુરી જે ઠરાવથી મળેલ હોય તે ઠરાવનો નંબર, તારીખ દર્શાવીને તેની નીચે જો કમિટીના ઠરાવથી મંજુરી મળેલ હોય તો સંબંધિત કમિટીના ચેરમેનની અને સામાન્ય સભાના ઠરાવથી મંજુરી મળેલ હોય તો પ્રમુખની સહીઓ મેળવવાની રહે છે.

ભુજ પાલિકામાં માન્ય સમિતિઓ માત્ર 2
ભુજ નગરપાલિકામાં માન્ય સમિતિઓમાત્ર 2 છે, જેમાં શોપ એન્ડ એસ્ટ્રાબ્લિસ્ટ અને કારોબારી સમિતિનો સમાવેશ થાય છે. પરંતુ, ચૂંટાયેલા સદસ્યોને સાચવવા ઉત્તરોત્તર નવી નવી સમિતિઓ રચાતી ગઈ છે. આમ છતાં સર્વોપરી કારોબારી સમિતિ જ હોય છે. જે બાબતે કોઈ સ્પષ્ટતા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...