કચ્છમાં માવઠાના મારના કારણે પાકને મોટાપાયે નુકસાની થઇ છે ત્યારે નખત્રાણામાં સરવે કરાવી ખેડૂતોને પાક વીમાની રકમ ચુકવવા માંગ ઉઠી છે. કચ્છના બારડોલી નખત્રાણા તાલુકામાં મોટાભાગના ખેડૂતોઅે બાગાયતી પાકો જેવા કે, અાંબા, દાડમ, ખારેકનું વાવેતર કર્યું છે.
વર્તમાન સમયે દાડમનો પાક તૈયાર થઇ ગયો છે ત્યારે છેલ્લા બે દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે દાડમનો પાક નષ્ટ થયો છે અને ખેડૂતોને અાર્થિક ફટકો પડ્યો છે. વધુમાં અમુક ખેડૂતોઅે ઘઉંનું પણ વાવેતર કર્યું હતું, જે પાક પણ તૈયાર થઇ ગયો હતો અને વરસાદના કારણે નષ્ટ થઇ ગયો છે. કચ્છની કેસર કેરી ખુબ જ વખણાય છે.
અને ભારે પવન સાથે વરસેલા વરસાદી ઝાપટાંના કારણે અાંબાના ઝાડ પરથી ફૂલ પડી ગયા છે. અા ઉપરાંત અેરંડા, રાયડો, ધાણા, જીરૂં સહિતના પાકોને ભારે નુકસાની થઇ છે. સત્વરે નખત્રાણા તાલુકામાં નુકસાનીનો સરવે હાથ ધરી ખેડૂતોને પાક વીમાની રકમ ચુકવવા નખત્રાણા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા કેતન સી. પાંચાણીઅે નાયબ કલેક્ટરને લેખિત રજૂઅાત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.