શાબ્દિક લડાઈ:ભુજમાં ભાજપની કાર્યકર બેઠકમાં પાટીલે કહ્યું; ‘ટ્વિટર ઉપર માત્ર ફોટો મૂકી મહાઠગ લખી નાખજો’

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટીલની 92 કિલો રજતથી તુલા - Divya Bhaskar
પાટીલની 92 કિલો રજતથી તુલા
  • ભુજમાં ભાજપની કાર્યકર બેઠકમાં પાટીલે કેજરીવાલને નિશાન બનાવ્યા
  • કેજરીવાલની રાજકોટમાં સભા પહેલા જ પાટીલે મહાઠગથી સાવધાન કહ્યું હતું

ભુજ શહેરના ટાઉનહોલમાં શનિવારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની બેઠક બોલાવાઈ હતી, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને નિશાન બનાવતા કહ્યું હતું કે, ટ્વિટરમાં માત્ર એનો ફોટા મૂકજો અને મહાઠગ લખી નાખજો. નામ લખવાની જરૂર નથી.

ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક લડાઈ
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ વચ્ચે એકબીજાને મહાઠગ શબ્દથી નવાજવાની શાબ્દિક લડાઈ ચાલી રહી છે. પાટીલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની રાજકોટમાં સભાના બે દિવસ પહેલા જ મહાઠગથી સાવધાન કહ્યું હતું. જેનો અરવિંદ કેજરીવાલે રાજકોટની સભામાં ઉલ્લેખ કરતા સવાલ કર્યો હતો કે, ઠગ કોણ છે. જે શિક્ષણ, આરોગ્ય સેવાઓમાં સુધારો લાવ્યો એ હું કે, ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ પણ શિક્ષણ અને આરોગ્યની સેવાઓ સુધારી ન શક્યા એ.

પોતપોતાના ટ્વિટર એકાઉન્ટમાં ફોટો મૂકી મહાઠગ લખી નાખજોઃ સી.આર. પાટીલ
જે શાબ્દિક લડાઈને ભુજમાં ભાજપના કાર્યકરોની બેઠકમાં લંબાવતા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે કાર્યકરોને કહ્યું હતું કે, સૌ પોતપોતાના ટ્વિટર એકાઉન્ટમાં અરવિંદ કેજરીવાલનો ફોટો મૂકી મહાઠગ લખી નાખજો. નામ લખવાની જરૂર નથી. તેમણ રાજકોટની સભા બાદ ભાજપના કાર્યકરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ભાજપના એક કાર્યકરે શાળા અને મહોલ્લા ક્લિનિકનો ફોટો મૂકી કહ્યું હતું કે, અમને આવી શાળા અને મહોલ્લા ક્લિનિક નથી જોઈતા. તેમણે કાર્યકરોને કહ્યું હતું કે, મહાઠગથી સાવધાન રહેવાની જરૂર છે.

પાટીલની 92 કિલો રજતથી તુલા: સમસ્ત જૈન સમાજ દ્વારા સન્માન
કચ્છ યુનિવર્સિટી ખાતે જૈન સ્ટડી સેન્ટર અને IAS ટ્રેનીંગ સેન્ટરનો પ્રારંભ કરાયો ત્યારે સમસ્ત જૈન સમાજ દ્વારા સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રજત તુલા કરવામાં આવી હતી. 92 કિલો વજનની રજતના કિંમતની રકમ કચ્છની વિવિધ સંસ્થાઓ સંચાલિત ગૌશાળા માટે દાન કરવામાં આવી હતી. આ પ્રસંગે 108 ટ્રક ઘાસ વિતરણ, પશુ એમ્બ્યુલન્સ લોકાર્પણ, 740 સુપોષિત કીટ આંગણવાડીના બાળકોને આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...