તર્કવિતર્ક:કચ્છની 6 વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર 50 હજારની લીડ સાથે જીતશે તેવો દાવો પાટીલે કર્યો

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ ભાજપ પ્રમુખની ભુજમાં ઓચિંતી પોણો કલાક સુધી બંધબારણે બેઠક મળતા તર્કવિતર્ક
  • ટિકિટ ફાળવણીમાં સમાજો નારાજ હોવાની વાત સામે કહ્યું,કોઈ જ્ઞાતિ નારાજ નથી : રાજ્યમાં ભાજપને જબરદસ્ત સમર્થન હોવાની વાત પણ કહી

પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ ગુરુવારે સવારે ઓચિંતા ભુજ દોડી આવ્યા હતા અને ખાનગી હોટલમાં પોણો કલાક સુધી બંધ બારણે સંગઠનના હોદ્દેદારો સાથે મીટીંગ કરી હતી.જેને લઈને અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા.જોકે મિટિંગ પૂર્ણ થયા બાદ પાટીલે દાવો કર્યો કે, કચ્છની છ સીટ પર ભાજપના ઉમેદવાર 50,000 થી વધુ મતોની લીડ સાથે જીતશે.

બેઠક બાદ સી.આર.પાટીલે જણાવ્યું કે,આ ઓચિંતી મુલાકાત ન હતી પરંતુ ગોઠવાયેલી મુલાકાત હતી.સ્વભાવિક છે કે ચૂંટણી પહેલાં અલગ અલગ બેઠકો પરની સ્થિતિ જાણવા માટે સંગઠનના અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે ત્યારે ફરજ છે પહેલા તબક્કાની જે સીટો છે તે દરેક સીટો પર છેલ્લી સ્થિતિ શુ છે અન્ય કોઈ પ્રશ્નો હોય તો તેને હલ કરવા માટે બેઠક કરવામાં આવી રહી છે.આ પ્રકારની સમીક્ષા બેઠક આજે ભુજમાં ગોઠવી હતી ત્યાર બાદ મોરબી, સુરેન્દ્રનગર અને છેલ્લે અમદાવાદ ખાતે બેઠક કરવામાં આવશે.આ રીતે સ્થિતિની જાણકારી મેળવીને જરૂર જણાય તો પગલાં લઈને તમામ બેઠકો પર જીત મળે તે હેતુસર કામ કરવામાં આવી રહ્યું છે.

કચ્છની 6 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ભવ્ય જીત હાંસિલ કરશે.દરેક ઉમેદવાર જણાવે છે કે,તેઓ 50,000 મતથી જીતે છે જેનો વિશ્વાસ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વખતે ગુજરાતમાં રેકોર્ડ થશે અને ગુજરાતમાં સૌ મતદારો ભારતીય જનતા પાર્ટી માટે લડી રહ્યા છે. ક્યારેય કોઈ રેકોર્ડ તોડી ના શકે તેવો રેકોર્ડ બનાવવા માટેનો પ્રયત્ન છે કોઈ જ્ઞાતિઓ ભારતીય જનતા પાર્ટીથી નારાજ નથી. જબરદસ્ત સમર્થન હોવાનો દાવો કર્યો હતો.

પ્રદેશ અધ્યક્ષનો દાવો અને વાસ્તવિકતા
કચ્છમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના અત્યાર સુધીના રેકોર્ડની વાત કરીએ તો એકમાત્ર ગત પેટા ચૂંટણીમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અંદાજીત 34 હજાર મતોની લીડથી વિજેતા થયા હતા.સામાન્ય રીતે કચ્છમાં વિજેતા અને હરીફ ઉમેદવારો વચ્ચે 10 થી 15 હજાર મતોની સરસાઇ રહેતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...