વિધાનસભા ચૂંટણીના પડઘમ:ભુજમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં પાટીદાર સમાજે ટીમ સમક્ષ બેઠક ફાળવણીની માગ કરી

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજમાં ભાજપ પક્ષ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી માટે દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કચ્છ જિલ્લાની 6 બેઠક માટે પક્ષના મોવડી મંડળ સમક્ષ ભાજપના કાર્યકરો પોતાની દાવેદારી રજૂ કરી ચુક્યા છે. જે માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન હવે કચ્છમાં મોટું વર્ચસ્વ ધરાવતા પાટીદાર સમાજે પણ ઝંપલાવ્યું છે અને છ બેઠક પૈકી એકથી બે સ્થળે ટીકીટ આપવાની માગ સાથે સમાજના આગ્રણીઓના નામની દાવેદારી રજૂ કરવામાં આવી હતી. આ પૂર્વે સૌરાષ્ટ્રમાં પણ પાટીદાર સમાજે ટીકીટ માટે રજૂઆત કરી હતી.

છેલ્લી બે ટર્મથી પાટીદાર સમાજને ટીકીટ ફાળવાઈ નથી
કચ્છની છ વિધાનસભા બેઠકમાંથી રાપર બેઠક પરથી બે ટર્મ પહેલા ભાજપના વાઘજીભાઈ પટેલ ચૂંટાયા હતા. તો અબડાસા બેઠક પર છબીલ પટેલ ચૂંટાયા હતા. ત્યારબાદ ભાજપ પક્ષે પટેલ ઉમેદવાર ઉભો રાખ્યો નથી. જેથી પાટીદાર સમાજ દ્વારા પક્ષના મોવડી મંડળ સમક્ષ કરાયેલી ટીકીટ ફાળવણીને લઈ અન્ય સમાજમાં પણ વાતનો કરન્ટ પ્રસરી ગયો છે. આ વચ્ચે આ વખતે પટેલ ઉમેદવાર જોવા મળે છે કે કેમ તે જોવાનું રહ્યું. અલબત્ત જિલ્લા ભજપ પ્રમુખ પદે પણ કેશુભાઈ પટેલ પક્ષમાં ઉચ્ચું માન ધરાવે છે. રજુઆતમાં ભરત સોમજીયાની, નયનાબેન પટેલ વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...