આપઘાત:વંગમાં કરીયાવર મુદે મારકુટ કરાતાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ લીધો

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના વંગ ગામે પરણેલી બે પુત્ર અને ત્રણ પુત્રીની માતાના આપઘાત કરી લેવાના કેસમાં દિકરીને કરીયાવર માટે મેણા મારી માનસિક શારિરક ત્રાસ આપનાર પતિ,જેઠ, દઇયર વિરૂધ મૃતક મહિલાના પિતાએ નિરોણા પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાવી છે.

મુળ વંગ ગામના હાલ ઘાણેટી ગામે રહેતા વીરમ રામાભાઇ આહિરએ જમાઇ ભગા તેજા આહિર, જેઠ ભામુ તેજા આહિર અને દિયર ધનજી તેજા આહિર વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની દિકરી કુંવરબેનના 19 વર્ષ પહેલા ભગા આહિર સાથે થયા હતા.

લગ્ન દરમિયાન બે પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. દિકરીને તેના પતિ, જેઠ, દિયર દ્વારા કરીયાવર લાવી નથી તેમ કહી અવાર નવાર મારપીટ કરીને માનસિક શારિરીક ત્રાસ આપતા હોઇ જેનાથી કંટાળીને ફરિયાદીની દિકરી કુંવરબેને ગળે ફાંસો ખાઇ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...