આત્મહત્યા:દરશડીમાં પરિણીતાએ સોડ તાણી જીવનનો અંત આણ્યો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફરાદીમાં 18 વર્ષીય યુવકે ફાંસો ખાઇ લીધો

માંડવી તાલુકાના દરશડી અને ફરાદી ગામે બનેલા અપમૃત્યુના અલગ અલગ બે બનાવોમાં 22 વર્ષીય પરણીત મહિલા અને 18 વર્ષાના નવ યુવાને ફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણી દીધો છે. ઘટનાને લઇ મૃતકોના પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ દરશડી ગામે રહેતા તારાબેન ઉર્ફે રેખાબેન નિતેશભાઇ મહેશ્વરીએ ગુરૂવારે મોડી રાત્રે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં બેડરૂમના પંખા પર દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.

બનાવ અંગે મૃતકના પતિ નિતેશભાઇ માલશીભાઇ મહેશ્વરીએ ગઢશીશા પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર જઇને પંચનામા સહિતની કાર્યવાહી કરી આપઘાત પાછળના કારણો જાણવા આગળની તપાસ હાથ ધરી છે.તો, બીજીતરફ તાલુકાના ફરાદી ગામે રામદેવ ફળિયામાં રહેતા રાહુલ દિપેશભાઇ પેથાણી (ઉ.વ.18)એ કોઇ અગમ્ય કારણોસર શુક્રવારે સવારે અગ્યાર વાગ્યાથી બાર વાગ્યા દરમિયાન પોતાના ઘરના દરવાજાના બારસાંગમાં સાડીનો છેડો બાંધી આપઘાત કરી લીધો હતો.

હતભાગીને તેમના પિતા હોસ્પિટલે લઇ જતાં જ્યાં હાજર પરના તબીબે મૃતજાહેર કર્યો હતો.માંડવી પોલીસે બનાવની નોંધ લઇ યુવકના આપઘાત પાછળના કારણો જાણવા આગળની તપાસ પીએસઆઇ બી.જે.ભટ્ટએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...