જીવલેણ કરંટ:માંડવીમાં મૃત પશુને લેવા ગયેલા પાલિકા કર્મીનું ઘટના સ્થળેજ મોત, આદિપુર અને ભુજમાં ગાયના મોત

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી વતાવરણમાં ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર જોખમી બન્યા

કચ્છમાં જામેલા વરસાદી વાતાવરણ બાદ મેઘરાજાએ ચારેતરફ હેત વરસાવી આંદન લાવી દીધો છે. તેની સાથે જિલ્લામાં અનેક સ્થળે આવરણ રહિતના ટ્રાન્સફોર્મર અને વિજ થાંભલા પશુ અને લોકો માટે જોખમી બન્યા છે. આજે શનિવારે માંડવીના દાદાવાળી વિસ્તારમાં 33 વર્ષીય પાલિકા કર્મીનું પણ મોત નીપજ્યું હતું. તો વહેલી સવારે આદિપુરના 5B વિસ્તારમાં ખુલ્લી ડીપીમાં ગાયનો સંપર્ક થઈ જતા મોતને ભેટી હતી. બીજી તરફ ભુજના ભીડ નાકા બહાર દાદુ પીર રોડ ઉપરના વિજ થાંભલામાં પણ શોર્ટ લાગતા ગાયનું મૃત્યુ થયું હતું. ત્યારે પશુઓના મૃત્યુ એ જાહેર માર્ગ પર રહેલા વિજ સાધનો લોકો માટે જોખમકારક બન્યા છે.

લોકોએ સાવધાન રહેવાની જરૂર
આજે માંડવીના દાદા વાળી સમૂર્તિ કોમ્લેક્સ પાસે જળ ભરાવ વચ્ચે મૃત પશુઓને ઉપાડવા જવા માટે ગયેલા નગરપાલિકાના અંદાજિત 33 વર્ષીય ડ્રાયવર પ્રેમજી નગસી ધેનાણીનું પાણીમાં પડેલા વિજ તારના કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જર્જરિત તાર ના સમારકામના અભાવે એક વ્યક્તિનો જીવ ગયો હતો.

ગાયના મોત
પૂર્વ કચ્છના આદિપુર શહેરના પોષ એરિયા 5Bમાં આજે વહેલી સવારે જાળીના આવરણ વગર ઉભેલા વિજ ટ્રાન્સફોર્મરમાં ગાયના મોતની ઘટના સામે આવી હતી. અહીં પાસેજ ખાનગી શાળા પણ આવેલી હોવાથી બાળકો સાથે લોકોની સતત અવરજવર રહેતી હોય છે. ત્યારે ખુલ્લી ડીપી એ ચિંતાનો વિષય હોવાનું પ્રતીક ઠક્કરે કહ્યું હતું. બીજી તરફ ભૂજ શહેરના ભીડ નાકા બહાર દાદુ પીર માર્ગ પણ વિજ થાંભલાના કારણે એક ગાયનું મોત નીપજ્યું હોવાની ઘાયના સામે આવી હતી. જે હાલના વાતવરણ દરમ્યાન લોકોએ સાવધાન રહેવાની અને વિજ તંત્ર દ્વારા સલામતીના પગલાં લેવાની જરૂર હોવાનું વર્તાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...