નાપાક હેરફેરનો પર્દાફાશ:કોસ્ટગાર્ડને જોઈને પાકિસ્તાની શખસોએ ડ્રગ્સનાં 50 પેકેટ દરિયામાં ફેંકી દીધા

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • ભારતીય જળસીમામાંથી ATSની બાતમીના આધારે પાકિસ્તાનની બોટ ઝડપાવવાનો મામલો
  • ઓખામાં પૂછપરછ બાદ 7 બલુચિસ્તાનીઓને કોર્ટમાં રજૂ કરાતાં 7 દિવસના રિમાન્ડ

ભારતીય જળસીમામાં ઓખા નજીક એટીએસની બાતમીના આધારે કોસ્ટગાર્ડની ટીમે ઓપરેશન પાર પાડીને પાકિસ્તાન તરફથી આવતી અલનોમાન નામની બોટમાંથી 7 પાકિસ્તાની શખ્સોને ઝડપી લીધા હતા.આરોપીઓ સંદિગ્ધ પદાર્થ લઈને આવતા હોવાની બાતમી મળી હતી.જેની પૂછપરછમાં સામે આવ્યું કે,તેઓએ ભારતીય કોસ્ટગાર્ડને જોઈને ડ્રગના 50 પેકેટ દરિયામાં ફેંકી દીધા હતા.જેથી આ માલ તેઓએ ક્યાંથી ભર્યો હતો,ક્યાં મોકલવાનો હતો,કોણ લેવા આવવાનું હતું તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

ભારતીય કોસ્ટગાર્ડના શિપ અરિંજયની મદદથી જળસીમામાં ઓખા નજીક દરિયાઇ વિસ્તારમાં કાર્યવાહી કરીને પાકિસ્તાનની અલ નોમાન નામની બોટ સાથે 7 શખસોને ઝડપી લેવાયા હતા, જે પાકિસ્તાનના બ્લોચિસ્તાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓ મોહમ્મદઅકરમ રહીમબક્ષ બ્લોચ, ઝુબેર અબ્દુલઅઝીઝ બ્લોચ, ઇશાક ગુલામમહોમ્મદ બ્લોચ, શાઇદઅલી અલીમહમદ બ્લોચ, અશરફ ખુદાબક્ષ બ્લોચ, શોએબ અબ્દુલઅઝીઝ બ્લોચ, શહેઝાદ પીરમહમદ બ્લોચને ઓખા ખાતે લવાયા બાદ ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ મોડી રાત્રે સાત 14 દિવસની રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ડ્રગ પેડલરો પાસે વાતચીત કરવા માટે થુરાયા સેટ હતો એ પણ ફેંકી દેવાયો
સબુતનો નાશ કરવા માટે ડ્રગ્સના પેકેટની સાથે ડ્રગ પેડલરોએ વાતચીત કરવા માટે ઉપયોગમાં લેવાયેલ થુરાયા સેટને પણ પાણીમાં ફેંકી દીધો હતો.જેથી કોની -કોની સાથે વાતચીત કરવામાં આવી તે મુદ્દે પણ હાલ તપાસ ચાલી રહી છે.

દરિયામાં ફેંકાયેલું ડ્રગ્સ તણાઈને કચ્છમાં આવે
કચ્છના વિવિધ દરિયાઈ અને ક્રિક વિસ્તારમાંથી ડ્રગ્સના બિનવારસુ પેકેટ મળી આવે છે અત્યારસુધી આવા 1500 થી વધુ પેકેટ એજન્સીઓને મળ્યા છે.દરિયામાં ફેંકાયેલું ડ્રગ્સ મોજામાં તણાઈને કચ્છ કાંઠે જ આવે છે.

અન્ય સમાચારો પણ છે...