BSFએ ત્રણ પાક બોટ ઝડપી:લખપતના હરામીનાળામાંથી બિનવારસી હાલતમાં પાકિસ્તાની બોટ મળી આવી, ટુકડીને જોઇ ઘુસણખોરો દેશ ભણી ભાગી છુટ્યા

કચ્છ (ભુજ )13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • BSF ભુજે હરામીનાળા વિસ્તારમાંથી ત્રણ ઇલેક્ટ્રિક મોટર ધરાવતી પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી
  • BSF ટુકડીને આવતા જોઈ ઘુશળખોર માછીમારો પોતાના દેશ ભણી ભાગી છૂટ્યા

દેશની પશ્ચિમ સરહદે આવેલા કચ્છના લખપત તાલુકામાં આવતા દરિયાઈ હરામીનાળા ક્રિક વિસ્તારમાંથી આજે ગુરૂવારે BSF ભુજની પેટ્રોલિંગ પાર્ટીએ કેટલીક પાકિસ્તાની માછીમારી બોટની હિલચાલનું નિરીક્ષણ કર્યું હતું. પેટ્રોલિંગ પાર્ટી તરત જ સ્થળ પર દોડી ગઈ હતી અને હરામી નાળામાંથી ત્રણ પાકિસ્તાની ફિશિંગ બોટ (એન્જિન ફીટ કરેલી) જપ્ત કરી હતી. બીએસએફના પેટ્રોલિંગને તેમની નજીક આવતા જોઈને પાકિસ્તાની માછીમારો બોટ છોડીને નાસી છૂટ્યા હતા. જેના પગલે વિસ્તારની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બોટમાંથી માછલી અને તેને પકડવાની સામગ્રી સિવાય શંકાસ્પદ કઈ ન મળ્યું
BSF દ્વારા જપ્ત કરાયેલી બોટની સઘન તપાસ કરવામાં આવી હતી અને બોટમાંથી કેટલીક માછલીઓ, માછીમારીની જાળ અને સાધનો સિવાય કશું જ શંકાસ્પદ મળ્યું ન હોવાનું ગુજરાત ફ્રંટીયર સિમા સુરક્ષા બળના જનસંપર્ક અધિકારીની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...