• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Owners Of More Than 500 Houses In The Network Have Been Suffering Inconvenience Despite Paying Panchayat And Palika Taxes For Decades.

ચૂંટણીના બહિષ્કારની ચીમકી:ભુજના અંતરજાળના 500થી વધુ ઘરના માલિકો દાયકાથી પંચાયત અને પાલિકાના વેરા ભરવા છતાં અસુવિધાથી પીડાય છે

આદિપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વિસ્તારના લોકો શહેર-ગામડાના બેવડા વેરા ભરવા છતાં પણ પાયાની સુવિધાથી વંચિત !
  • વર્ષ-2012 થી અનેક રજુઆત છતાં કોઇ નિવેડો ન આવતાં આ વખતે ચૂંટણીના બહિષ્કારની ચીમકી

રાજુ અંસારી

આદિપુર નજીક આવેલા અંતરજાળ ની સીમમાં આવેલા કેસરનગર-1, કેસરનગર-2, કેસરનગર-3 અને તિરૂપતિનગર વિસ્તારમાં આવેલા 500 થી વધુ મકાનોમાં વસી રહેલા પરિવારો વર્ષ-2012 થી કરીને વર્ષ-2022 સુધી એટલે કે દાયકાથી ગ્રામપંચાયત અને ગાંધીધામ નગરપાલિકામાં એમ બન્ને જગ્યાએ બેવડા વેરાઓ ભરી રહ્યા છે.

વડા વેરા ભર્યા છતાં પણ સુવિધાઓથી વંચિત રહ્યા
આ પરિવારોને બેવડા વેરા ભરવા છતાં પાયાની સુવિધા માટે અનેક રજુઆતો કરવી પડે છે પણ આજ દિવસ સુધી તેઓ બેવડા વેરા ભર્યા છતાં પણ સુવિધાઓથી વંચિત રહ્યા છે, તો વરસાદમાં આ વિસ્તારની તમામ ગલીઓ તળાવમાં ફેરવાય છે, તો બારેમાસ આ વિસ્તારમાં ગંદકીના ગંજ ખડકાયેલા રહે છે પણ પંચાયત કે પાલિકા તંત્રને રહેવાસીઓને પયાની સુવિધા તેમજ મૂળભૂત ફરજો બજાવવામાં કોઇ રસ ન હોય તેમ છેલ્લા 10 વર્ષથી અનેક રજુઆતો બાદ પણ નથી હદ્દ નક્કી થતી અને નથી પાયાની સુવિધા અપાતી નથી.

લોકોએ આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો
​​​​​​​​​​​​​​
રોષે ભરાયેલાઆ વિસ્તારના લોકોએ જણાવ્યું કે, જ્યારે મતની જરૂર હોય ત્યારે અહીં લોકનેતા દેખાય છે પણ ચૂંટણી બાદ ટેલિફોનિક સંપર્ક પણ શક્ય નથી બનતો, આ વિસ્તારના લોકોએ આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

બેવડો વેરો ભરવા છતાં પાયાની સુવિધાથી વંચિત
અંતરજાળ સીમમાં આવેલાકેસરનગર-1, કેસરનગર-2, કેસરનગર-3 તથા તિરૂપતિનગરમાં વસવાટ કરતા રહેવાસી ગ્રામપંચાયત અને નગરપાલિકા બન્ને બાજુ વેરા ભરતા હોવા છતાં છેલ્લા 10 વર્ષથી ગટર, પાણી, લાઇટ અને રોડ રસ્તાી પાયાની સુવિધાઓથી કલેક્ટર સહિતની રજુઆતો છતાં વંચિત રહ્યા છે.

સ્વચ્છતા અભિયાનની મોટી વાતો વચ્ચે ગંદકીના ગંજ
ગ્રામ પંચાયત અને પાલિકા બન્ને બાજુ વેરા ભરતા આ વિસ્તારના રહેવાસીઓએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાનની મોટી વાતો વચ્ચે આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળે છે. રોગચાળાના સમયમાં બન્ને બાજુ વેરા ભરતા આ રહેવાસીઓના સ્વાસ્થ્ય બાબતે જવાબદાર કોણ ? ગ્રામ પંચાયત કે નગરપાલિકા ? તો નગરસેવક ફોન ન ઉપાડતા હોવાની ફરિયાદ પણ ઉઠી હતી.

અમારા તમામ પ્રયત્ન અમે કરીએ છીએ: ઉપસરપંચ, અંતરજાળ
અંતરજાળગ્રામ પંચાયતના ઉપસરપંચ ડી.એમ.જરૂનો સંપર્ક કર્યો તો તેમણે આ વાતને સમર્થન આપતાં અમે અમારા તમામ પ્રયત્ન કરીએ છીએ અને આ વિસ્તારના લોકોની માંગ સંતોષાશે તેવી બાંહેધરી આપી હતી. '

હદ્દ નક્કી કરવા જિલ્લા સંકલનમાં પ્રસ્તાવ મુકેલો છે : ધારાસભ્ય
અંતરજાળ ગામની સીમમાં આવતા આ બન્ને બાજુ વેરા ભરતા રહેવાસઓની રજુઆતના પગલે અમે જિલ્લા સંકલન સમિતિમાં પ્રસ્તાવ મુકેલો છે જે નક્કી થઇ જશે , બાકી હાલ પાણીનો જે પ્રશ્ન છે તે પંચાયત સાથે મળી નિવેડો લાવવાની કોશિષ કરશું , બાકી ગંદકિ સહિતની સમસસ્યા બાબતે પાલીકા સાથે મળી ઠોસ પગલાં લેવાશે તેવી બાંહેધરી ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ આપી હતી.

રોડની આગળનો વિસ્તાર પાલિકામાં, પાછળનો મેઘપરમાંઃ પાલિકા પ્રમુખ
ગાંધીધામ પાલિકાના પ્રમુખ ઈશિતાબેન ટીલવાણીએ જણાવ્યું કે વિસ્તારના મુખ્ય રોડનો આગળની હરોળનો વિસ્તાર પાલિકામાં તો પાછળનો વિસ્તાર મેઘપરમાં આવે છે, આ અંગે સ્પષ્ટિકરણ માટે મામલતદાર કચેરીમાં જણાવાયું છે.

જુની ઘોડા પોલીસ ચોકી તંત્રએ પાડી પણ કાટમાળ યથાવત
આ વિસ્તાર મુખ્ય માર્ગ નજીક આવેલી જુની ઘોડા પોલીસ ચોકી જર્જરિત હાલતમાં રોવાની રજુઆતો બાદ તંત્રએ આ ચોકી પાડી દીધી પરંતુ આ ચોકીનો કાટમાળ પાંચ થી છ માસથી એમનો એમ પડી રહ્યો છે જે ટ્રાફીકમાં તો અડચણરૂપ છે સાથે ગંદકી તેમજ અસામાજિક પ્રવૃતિઓ માટે જાણે અડ્ડો બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...