હાઇકોર્ટના દ્વારે:રાવલવાડી પોસ્ટ કૌભાંડનો ભોગ બનેલા 60 થી વધુ ગ્રાહકો તંત્ર અને પોલીસ-CBIની તપાસથી અસંતુષ્ટ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક-એક પાઇ ભેગી કરી રોકાણ કરનારાની મરણમૂડી જતાં રોવે છે રાતા પાણીએ
  • ​​​​​​​60 જેટલા ગ્રાહકો કલેક્ટરને આવેદન આપી ખખડાવશે હાઇકોર્ટના દ્વાર

ભુજના બહુચર્ચિત રાવલવાડી પોસ્ટ કાૈભાંડનો અાંકડો હવે 20 કરોડથી પણ વધી જાય તેમ છે અને કાૈભાંડના મુખ્ય સુત્રધાર સચિન શંકરલાલ ઠક્કર અને અેજન્ટ પત્ની પ્રજ્ઞા ઠક્કર મોજથી ફરી રહ્યા છે પરંતુ જે લોકોઅે પસીનાનું પાણી કરી, અેક-અેક પાઇ ભેગી કરીને રોકાણ કર્યું હતું તેવા 60 જેટલા ગ્રાહકો પાસે પોસ્ટ અોફિસની પાસબુક છે પરંતુ ખાતામાં રૂપિયા નથી અને તેઅોની મરણમુડી ચાલી જતાં હવે તેમના ભાગે રાતા પાણીઅે રોવાનો વારો અાવ્યો છે. ભોગ બનેલા ગ્રાહકોને હવે સરકારની કાર્યવાહીથી સંતોષ ન હોઇ નાછુટકે હાઇકોર્ટના દ્વાર ખખડાવશે અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે.

ન માત્ર કચ્છ પરંતુ સમગ્ર ગુજરાતના ટપાલ વિભાગમાં સાૈથી મોટા કહેવાતા કાૈભાંડ મામલે ખુદ પોસ્ટ વિભાગે જ જે-તે વખતે માસ્ટર માઇન્ડ સચિન શંકરલાલ ઠક્કર અને તેની પત્ની પ્રજ્ઞા ઠક્કર તે પોસ્ટ અેજન્ટ ઉપરાંત 3 સબ પોસ્ટ માસ્ટરો િવનય દેવશંકર દવે, બટુક જિતેન્દ્રરાય વૈષ્ણવ અને બિપિનચંદ્ર રૂપજી રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી, જેઅો તમામ જામીન પર છૂટી ગયા છે. ઉપરાંત સીબીઅાઇઅે પણ તા.28-12-21ના અલગથી ફરિયાદ નોંધી તપાસ અાદરી છે.

સુત્રોના કહેવા મુજબ અા તપાસ હજુપણ 3-4 મહિના સુધી ચાલી શકે છે અને ભુજના સર્કિટ હાઉસમાં સતત 10 દિવસ સુધી સીબીઅાઇટી ટુકડી રોકાયા બાદ હવે ફરી ટુંક સમય અાવશે તેવું સૂત્રો કહી રહ્યા છે. સીબીઅાઇ દ્વારા ચાલતી તપાસને પણ હવે 8 મહિના જેટલો સમય થવા અાવ્યો છે.

ત્યારે જે લોકોઅે મરણમૂડી રૂપે અેક-અેક પાઇ ભેગી કરીને રાવલવાડી પોસ્ટ અોફિસમાં રોકાણ કર્યું હતું અને અેજન્ટ પ્રજ્ઞા ઠક્કર મારફતે ખાતા ખોલાવ્યા હતા તેવા અંદાજિત 60 જેટલા લોકોની પાસે પોસ્ટ અોફિસની પાસબુક છે પરંતુ જમા કરાવેલા રૂપિયા પોસ્ટ ખાતામાં નથી. નાછુટકે હવે ભોગ બનેલા ગ્રાહકો કલેક્ટરને અાવેદનપત્ર પાઠવી, રાજ્યની વડી અદાલતના દ્વાર ખખડાવશે.

અાવતીકાલે ભુજમાં ભોગ બનેલા ગ્રાહકોની મળશે બેઠક
રાવલવાડી પોસ્ટ કાૈભાંડમાં જે ગ્રાહકો ભોગ બન્યા છે અને જેમના રૂપિયા ગયા છે તેવા અંદાજિત 60 જેટલા ગ્રાહકોની તા.30-7-22, શનિવારના સાંજે 6.30થી 8 વાગ્યા દરમ્યાન ઘનશ્યામ બ્લોક વર્કસ, જેષ્ઠાનગર, ગણેશ ચોક, ભુજ ખાતે બેઠક મળશે. ભોગ બનેલા ગ્રાહક કરશન મુરજી વરસાણીઅે જણાવ્યું હતું કે, તેમણે અા કેસમાં અલગથી તેમના જેટલા રૂપિયા ગયા છે.

તેના માટે પોલીસમાં ફરિયાદ અાપી હતી પરંતુ પોલીસે લીધી નહીં હવે તેઅો સરકારની કામગીરીથી સંતુષ્ટ નથી અને ભોગ બનેલા તમામ ગ્રાહકો અા કેસમાં ન્યાય મેળવવા માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવશે અને જરૂર પડયે સુપ્રીમ કોર્ટ સુધી જવાના છે, અા માટે વકીલ પણ રોકી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...