દાવેદારોની સેન્સ પ્રક્રિયા:ભુજ બેઠકના 18માંથી પસંદ કરાયેલા 8 દાવેદારોમાંથી 4 પટેલ જ્ઞાતિના હતા

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ ભાજપ કક્ષાએ ચારણીમાં ચળાઈને બુધવારે દિલ્હીમાં 4 નામો પહોંચ્યા

કચ્છમાં ભારતીય જનતા પાર્ટીઅે દિવાળીના તહેવારો બાદ કચ્છ જિલ્લાની વિધાનસભાની છઅે છ વિધાનસભા બેઠકના દાવેદારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં ભુજ બેઠક ઉપર 18 સક્રિય કાર્યકરોઅે દાવેદારી કરી હતી. જોકે, અેમાંથી માત્ર 8 નામો જ પ્રદેશ કક્ષાઅે પહોંચ્યા હતા અને અેમાંય 8માંથી 4 પટેલના નામો હતા. જે બાદ પ્રદેશ કક્ષાઅેથી 8માંથી ચારણીમાં ચળાઈને 4 નામો જ પાર્લામેન્ટરીમાં પહોંચ્યા હતા, જેમાંથી બે લોહાણા, 1 બ્રાહ્મણ અને પટેલનું નામ પહોંચ્યાનું ચર્ચાઈ રહ્યું છે, જેથી અાખરી મહોર કોના ઉપર લાગે છે અે સહિતની શક્યતા ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં જાતજાતની અટકળો થઈ રહી છે. ભુજ વિધાનસભાની બેઠક ઉપર ઉમેદવારોના ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયું અને હવે 14મી નવેમ્બર છેલ્લી તારીખ છે. પરંતુ, ભારતીય જનતા પાર્ટીઅે બુધવાર મોડી સાંજ સુધી સમગ્ર રાજ્ય સાથે કચ્છ જિલ્લાની છઅે છ બેઠકના અેકેય ઉમેદવારના નામ જાહેર કર્યા ન હતા. જોકે, અે દરમિયાન જિલ્લા કક્ષાઅેથી સેન્સ અાપનારા 18 ઉપરાંત અે બાદ ઉમેરાયેલા ત્રણેક નામોમાંથી 8 નામો પ્રદેશ કક્ષાઅે પહોંચ્યા હોવાનું બુધવારે સ્પષ્ટ થઈ ગયું હતું, જેથી જેમનું નામ નથી પહોંચ્યું અેમણે અાશા મૂકી દીધી હતી. પરંતુ, 8માંથી 5 પુરુષો અને 3 મહિલાઅોના નામ હતા, જેમાં 2 પુરુષ અને 2 અગાઉ અને હાલમાં જિલ્લા કક્ષાઅે પદાધિકારી રહી ચૂકેલી મહિલા દાવેદાર પટેલ જ્ઞાતિની હોવાનું પણ સામે અાવ્યું છે. અામ, પટેલ જ્ઞાતિ ઉપર વધારે જોર અપાયું છે, જેથી પટેલ ઉમેદવારની શક્યતા વધુ છે. અેવું અટકળો ઉપરથી પણ પ્રથમ દૃષ્ટિઅે તારણ નીકળે છે. જોકે, માત્ર અટકળો, અનુમાન છે. જોકે, પાર્લામેન્ટરીમાં 2 લોહાણા, 1 બ્રાહ્મણ અને 1 પટેલનું નામ ગયું છે. પરંતુ, દાવેદારોની બેઠકમાં હેરફર કરાય તો જૈનને પણ ટિકિટ મળી જાય અેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

કેવી રીતે ફાઈલ પહોંચી હશે જિલ્લામાં સેન્સ અાપનારા 18 ઉપરાંત પાછળથી ઉમેરાયેલા 3 દાવેદારોની યાદી સાથે સ્થાનિકેથી પસંદ કરાયેલા 8 નામો અલગ તારવી પ્રદેશ કક્ષાઅે ફાઈલ પહોંચી. પ્રદેશ કક્ષાઅેથી સેન્સ અાપનારા અને ઉમેરાયેલા નામો સાથે જિલ્લા ક્ક્ષાઅે પસંદ કરાયેલા અને પ્રદેશ કક્ષાઅે ચારણીમાં ચળાયેલા નામો સહિતની ફાઈલ પાર્લામેન્ટરીમાં પહોંચી.

અન્ય સમાચારો પણ છે...