કચ્છમાં પશુધનનો નિભાવ કરતી 187 ગાૈશાળા-પાંજરાપોળો પૈકી 64 સંસ્થાઅોને મુખ્યમંત્રી ગાૈમાતા પોષણ યોજના હેઠળ અેક પશુદીઠ પ્રતિ દીઠન રૂ.30 મળી અોક્ટોબરથી ડિસેમ્બર અેટલે કે, 92 દિવસની સબસિડી પેટે રૂ.4.56 કરોડની સહાયનું ચુકવણું કરી દેવાયું છે અને 1 હજારથી અોછા પશુ ધરાવતી વધુ 45 તેમજ 1 હજારથી વધુ પશુઅો ધરાવતી 7 પાંજરાપોળો માટેની દરખાસ્ત કરાઇ છે. અા માટે જિલ્લા કક્ષાની કમિટીની રચના કરાઇ છે.
સંચાલક હરિભાઇ ગોવિંદભાઇ ચાવડા, અંજારના ભીમાસરના કમાભાઇ રાણાભાઇ રબારી, બાડમેરના નવાબખાન મીઠાખાન સમા, અંજાર ભીમાસરના શંભુભાઇ નારાણભાઇ ગોગરા, મીઠીરોહરનો હનિફ હારૂન સોઢા, નાગાવલાડીયાના ગોપાલભાઇ નાગદાનભાઇ મરંડ, પડાણાના તુષારભાઇ ધર્મેન્દ્રભાઇ ઝરૂ, મીઠીરોહરના રફિક ઇબ્રાહિમ સોઢા, આદિપુરના વિજયભાઇ ગોવાભાઇ પોપાણીયા અને આદિપુરના રામજીભાઇ પોચાભાઇ ડવને રૂ.11,35,000 રોકડ, રૂ.51,00,000 ની કિંમતના 5 વાહનો અને રૂ.3,70,000 ની કિંમતના 12 મોબાઇલ સહિત કુલ રૂ.66,05,000 નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.
બોક્સ : રાજકીય મોટા માથાની ઓથમાં સ્થાનિક પોલીસનો બચાવ થયો હોવાની ચર્ચા.નાની ચીરઇ પાસે ઝડપાયેલું જુગારધામ કાયમ રીતે ક્લબની જેમ ધમધમ તું રહેછે પણ એકા એક દરોડો પડતા સ્થાનિક પોલીસ સામે સવાલ ઉઠ્યા હતા, તો જે સંચાલકની જગ્યા પર દરોડો પડ્યો તે હરિ ગોવિંદભાઇ ચાવડાના પિતા ગોવિંદભાઈ આહીર ભારતીય જનતા પાર્ટીના તાલુકા ભાજપ પ્રમુખ રહી ચૂકેલા છે અને પરિવારમાથી સરપંચ તેમજ ભાજપના સભ્ય છે ત્યારે રાજકીય મોટા માથાની ઓથમાં સ્થાનિક પોલીસનો બચાવ થયો હોવાની ચર્ચા જાગી હતી.
તાજેતરમાં કમિટીના અધ્યક્ષ અને કચ્છ કલેક્ટર દિલીપ રાણા તેમજ સભ્યોમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, નાયબ પશુપાલન નિયામક, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના-ભુજ ડો. જી.જે. પરમાર, અખિલ ગાૈશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘના પ્રમુખ ભરત સોંદરવા અને કમિટીના સભ્ય સચિવ નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત-ડો.અેચ.અેમ. ઠક્કરની બેઠક મળી હતી અને પાંજરાપોળ દીઠ દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં અાવી હતી. સોંદરવાઅે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉની દરખાસ્ત બાદ કચ્છની 187 પૈકી 64 સંસ્થાઅોને અોક્ટોબર-2022થી ડિસેમ્બર-2022 માટે અેટલે કે, 92 દિવસ માટે પ્રતિદિન અેક પશુદીઠ રૂ.30 લેખે 4,56,12,480 રૂપિયાનું ચુકવણું કરી દેવાયું છે. ઉપરાંત વધારાની 45 સંસ્થાઅો માટેની દરખાસ્ત મોકલવામાં અાવી છે.
1 હજારથી વધુ પશુઅો ધરાવતી 7 ગાૈશાળા
કચ્છ નારાયણ સરોવર ગાૈશાળા અને ટ્રસ્ટ-નારાયણ સરોવરમાં 1011, કામધેનુ ગાૈશાળા ટ્રસ્ટ-મેઘપર કુંભારડી 1259, કચ્છ વાગડ લાકડિયા પાંજરાપોળ 4458, વોંધ ગાૈશાળા 1813, સંત લાલગેબી ગાૈશાળા-મોડપર 1061, જીવદયા મંડળ રાપર 6595 અને પદમપર જીવદયા કેન્દ્રમાં 2539 પશુઅોનો નિભાવ કરાય છે. 1 હજારથી વધુ પશુઅો ધરાવતી અા 7 સંસ્થાઅોને સહાય મળે તે માટેની સત્તા રાજ્ય કક્ષાની સમિતિને હોઇ તેની દરખાસ્ત પણ રાજ્ય કક્ષાઅે મોકલી અાપવામાં અાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.