વેરા વસુલાત:13 હજારમાંથી 160 દબાણવાળા મકાનોએ 5 લાખ વેરા પેટે ભર્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અેક મહિના પહેલા જ 1.50 કરોડ વેરા વસુલાત
  • 10થી 15 ટકા રાહતનો લાભ લેવા કરદાતાઅોનો ધસારો

ભુજ નગરપાલિકાઅે અેકાદ મહિનાથી શહેરના વોર્ડ નંબર 1થી 4 ઉપરાંત અન્ય વોર્ડમાં છૂટા છવાયા દબાણોવાળા વિસ્તારોમાં મિલકત વેરા સિવાયના ચાર્જ વસુલવાનું શરૂ કર્યું છે, જેમાં અંદાજિત 13 હજારમાંથી 160 લોકોઅે 5 લાખ રૂપિયા ભરી પણ દીધા છે. બીજી બાજુ નિયમિત કરદાતાઅોઅે મિલકત વેરામાંથી 31મી સુધી 10થી 15 ટકા રાહત મેળવવા ધસારો કર્યો છે ,જેથી અેક મહિનામાં જ દોઢેક કરોડની વેરા વસુલાત થઈ ગઈ છે.

ભુજ નગરપાલિકા દ્વારા મિલકત વેરા ઉપરાંત શિક્ષણ ઉપકર, પાણી, ગટર, સફાઈ અને દિવાબત્તી સેવા ચાર્જ વસુલવામાં અાવે છે. જે લોકો દબાણવાળા વિસ્તારમાં રહે છે. અેમની પાસેથી મિલકત વેરા સિવાયના ચાર્જ વસુલવાનું શરૂ કરાયું છે, જેમાં વોર્ડ નંબર 1થી 4માં મોટાભાગના વિસ્તારો દબાણવાળા છે અને અે સિવાયના વોર્ડમાં પણ છૂટા છવાયા દબાણવાળા વિસ્તારો મળીને અંદાજે 13000 જેટલા લોકો છે. જેમણે ભુજ નગરપાલિકામાંથી પાણી, ગટરના જોડાણો મેળવ્યા છે, જેથી તેમની પાસેથી મિલકત વેરા સિવાયના તમામ સેવાના બિલ અાપવાનું શરૂ થયું છે. જોકે, ગતિ ખૂબ જ ધીમે છે અેટલે અેકાદ મહિના બાદ પણ માત્ર 160 જેટલાને જ બિલો અપાયા છે. અામ છતાં 5 લાખ જેટલી અાવક થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...