કોરોનાને કારણે રેલવે પ્રશાસન દ્વારા એક્સપ્રેસ ટ્રેનોમાં સામાન્ય ટિકિટ પર મુસાફરી માટે પ્રતિબંધ મૂક્યો હતો જોકે,હવે મહામારી ઓસરી ગઈ છે ત્યારે રેલવે દ્વારા નવી ટ્રેનો શરૂ કરવા સાથે પ્રતિબંધ પણ હટાવવામાં આવ્યા છે તેમજ કોવિડના પગલે ટ્રેનોમાં સામાન્ય ટિકિટના વેચાણ પર મુકાયેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવતા આગામી 26 મે થી ભુજ - બરેલી ટ્રેનમાં પણ જનરલ ટીકીટ મળી રહેશે તેવું જાણવા મળ્યું છે.
બરેલી જંકશનથી ઉપડતી અને પસાર થતી ચાર ટ્રેનોમાં સામાન્ય ટિકિટ પર મુસાફરી શરૂ થવા જઈ રહી છે જેમાં ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ આલા હઝરત એક્સપ્રેસમાં 26 મેથી સામાન્ય ટિકિટનું વેચાણ શરૂ થશે આ ઉપરાંત હરિહર એક્સપ્રેસ,આનંદ વિહાર માલદા ટાઉન અને અમૃતસર કાનપુર સેન્ટ્રલ એક્સપ્રેસમાં પણ આ સેવા શરૂ થવાની છે.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર જૂન અને જુલાઈ સુધી લગભગ તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં સામાન્ય ટિકિટ પર મુસાફરી કરી શકાશે.ઉલ્લેખનીય બાબત એ છે કે,અત્યારસુધી દોડતી એક્સપ્રેસરૂટની ટ્રેનોમાં સ્પેશ્યલ ભાડા લેવાતા હતા જેમાં હવે જનરલ વેચાણ શરૂ થતા મુસાફરોને ભાડામાં આંશિક રાહત મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.