હુકુમ:ભુજના વ્યક્તિને કોરોનાની સારવારના 45 હજાર ચુકવવા વીમા કંપનીને આદેશ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખાનગી વીમા કંપનીએ સારવારના ઓછા રૂપિયા ચુકવતા કરાઈ હતી ફરિયાદ

ભુજમાં વીમા કંપની વિરુદ્ધ ગ્રાહકની તરફેણમાં ચુકાદો કરવામાં આવ્યો હતો.રૂપિયા 5 લાખની હેલ્થ સુરક્ષા પોલીસી લીધા બાદ કોરોના સારવાર અર્થે વીમાં કંપનીએ પુરતી વળતર ન ચુકવતા ગ્રાહક તકરારમાં ફરિયાદ કરવામાં આવી હતી.જેના પગલે વીમા કંપનીને બાકી રહેતા રૂપિયા 45 હજાર 30 દિવસમાં ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે. એચડીએફસીઈરગો જનરલ ઇન્શ્યોરન્શ કંપની પાસેથી ભુજના ઉર્મેશભાઈ અમૃતલાલ મોરબીયાએ રૂપિયા 5 લાખની હેલ્થ સુરક્ષા પોલીસી લીધી હતી.ત્યારબાદ ગ્રાહકને કોરોના થતા દસ દિવસ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.

જેનો કુલ ખર્ચ રૂપિયા 1,58,188 જેટલો થયો હતો.સારવારનો ખર્ચ મેળવવા વીમા કંપનીમાં ક્લેમ્પ કરવામાં આવ્યો હતો.જેના પગલે વીમા કંપનીએ રૂપિયા 1,12,509 ચૂકવ્યા હત.જયારે રૂપિયા 45,679 કપાત કરવામાં આવ્યા હતા.ફરિયાદી દ્વારા કપાત રકમ મેળવવા વીમા કંપનીને વારંવાર જાણ કરવામાં આવી હતી.તેમ છતા વીમા કંપનીએ દાદ આપ્યો ન હતો.આખરે વીમા કંપની વિરુદ્ધ ગ્રાહક તકરારમાં ફરિયાદ કરવામાં આવી હતી.જે સંદર્ભે ગ્રાહક તકરાર નિવારણ કોર્ટે ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપી કપાત રકમ 9 ટકા વ્યાજ સહીત 30 દિવસમાં આપવાનો હુકમ વીમા કંપનીને કર્યો હતો.

આ ઉપરાંત ફરિયાદીને માનસિક અને શારીરિક ત્રાસના 5 હજાર અને ફરિયાદ ખર્ચના ૩ હજાર અલગથી ચુકવવા આદેશ કરાયો હતો.આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે દિદાર એમ સવાણી હાજર રહી ધારદાર રજૂઆત કરી હતી.ઉલ્લેખનીય છે કે વીમા કંપની વિરૂધ્ધ ચુકાદાથી ગ્રાહકને કોરોના સારવારનો ખર્ચ કંપનીને ચૂકવવો પડશે.

અન્ય સમાચારો પણ છે...