આદેશ:વીજશોકથી મોતના કેસમાં વારસોને 60.70 લાખનું વળતર આપવા આદેશ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2015માં ભુજમાં જીવતો વીજ વાયર પડવાથી હતભાગીનું થયું મૃત્યુ

ભુજના શિવકૃપાનગરમાં તા.28-7-2015ના શિવકૃપાનગરમાંથી પસાર થતી વેળાઅે જીવતો વીજ વાયર પડતાં મોતના કેસમાં ભુજની અદાલતે હતભાગીના વારસોને 60.70 લાખનું વળતર અાપવા અાદેશ કર્યો છે. કેસની હકીકત અેવી છે કે, હર્ષગિરિ દીપકગિરિ ગોસ્વામી શિવકૃપાનગરમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે થાંભલા પરથી જીવતો વીજ વાયર રસ્તા પડ્યો હતો અને તેના સંપર્કમાં અાવતાં હર્ષગિરિનું મોત થયું હતું.

અા કેસમાં બંને પક્ષે પૂરાવો નોંધાયા બાદ પીજીવીસીઅેલ દ્વારા ખુજ જ વાવાઝોડા અને વરસાદના કારણે વીજ વાયર થાંભલામાંથી તૂટી ગયો હોઇ તે અેક્ટ અોફ ગોડની વ્યાખ્યામાં અાવતો હોઇ તેની વળતર અાપવા તેઅો જવાબદાર ન હોવાની રજૂઅાત કરી હતી.

​​​​​​​જેની સામે મૃતકના વારસો તે વાદી તરફે રજૂ થયેલા સાહેદોના સોગંદનામા, પૂરાવા, દસ્તાવેજી અાધારોની હકીકતો, લેખિત-માૈખિક દલીલ, જુદા-જુદા ચુકાદાઅો રજૂ કરાતાં ભુજની સિવિલ કોર્ટે પીજીવીસીઅેલ અકસ્માત પોતાની બેદરકારીથી ન થયો હોવાની હકીકતો પૂરવાર કરવામાં નિષ્ફળ ગયાનું તારણ અાપી હર્ષગિરિનું ઇલેક્ટ્રીક શોકની થયું હોવાનું અને તેમાં પીજીવીસીઅેલની બેદરકારી માની ગુજરનારના વારસોને રૂ.42,77,328 દાવાની તારીખથી વાર્ષિક 7 ટકા વ્યાજ સહિત કુલ રૂ.60,70,000નું વળતર ચુકવી અાપવા અાદેશ કર્યો હતો. મૃતકના વારસો વતી ધારાશાસ્ત્રી રાજેશ પ્રેમજીભાઇ ઠક્કર, હાર્દિક અેન. જોબનપુત્રાઅે હાજર રહી દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...