એકાઉન્ટ ખોલવાનો આદેશ:SSAની ગ્રાન્ટ રાષ્ટ્રિયકૃતમાંથી ખાનગી બેંકમાં બદલવા હુકમ, સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ગ્રાન્ટ ફાળવાય છે

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 હજારથી 5 લાખ સુધીની રકમ મેળવતા 35 હજાર ખાતા ; માત્ર બે જ દિવસમાં એકાઉન્ટ ખોલવાનો મુશ્કેલ આદેશ

ગુજરાત સરકારની તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલોને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ગ્રાન્ટ ફાળવાય છે. જે રકમ અત્યાર સુધી રાષ્ટ્રિયકૃત બેંકમાં જમા થતી હતી. પરંતુ, અચાનક બે દિવસમાં ખાનગી બેંકમાં ખાતા ખોલાવવા ઓદેશ થયો છે, જેથી ગ્રામ્ય વિસ્તારોની શાળાઓ મુશ્કેલીમાં મૂકાઈ છે.

કેમ કે, ખાનગી બેંકની શાખાઓ ગામડાઓમાં નથી. મોટાભાગે તાલુકા મથકોએ જ છે.પ્રાપ્ત વિગતો મુજબ પ્રાથમિક શાળાઓની ગ્રાન્ટ એસ.એમ.સી. અને હાઈસ્કૂલોની ગ્રાન્ટ એસ.એમ.ડી.સી.ના ખાતામાં જમા થતી હોય છે. સમગ્ર શિક્ષા અભિયાનની એ ગ્રાન્ટની રકમ 50 હજારથી 5 લાખ રૂપિયા સુધીની હોય છે. જેના ખાતાની 35 સંખ્યા જેટલી છે.

હવે અચાનક બે દિવસમાં રાષ્ટ્રિયકૃત બેંક ઓફ બરોડાને બદલે આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ખાતા ખોલાવવા તઘલખી નિર્ણયનો અલમ કરવા આદેશ થયો છે. પરંતુ, ખાટલે મોટી ખોટ એ છે કે, ખાનગી બેંકની શાખાઓ તાલુકા મથકોએ હોય છે. ગ્રામ્ય સ્તર સુધી નથી હોતી, જેથી ગામડાની શાળાઓ મુશ્કેલીમાં મૂકાઈ છે.

એસ.એમ.સી. અને એસ.એમ.ડી.સી. શું છે
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ એસ.એમ.સી. એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિ અને એસ.એમ.ડી.સી. એટલે કે શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં ગામની વ્યક્તિ, શિક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિ, મુખ્ય શિક્ષક સહિતના સભ્યો હોય છે.

ખાતા બદલાવવા પાછળ કોને લાભ ?
અહીં યક્ષ પ્રશ્ન એ છે કે, રાષ્ટ્રિયકૃત બેંકમાંથી ખાનગી બેંકમાં ખાતા તબદીલ કરવા પાછળ કોને લાભ થશે. કોણે એવું કરવા પ્રેરે છે.

શાળાના મુખ્ય શિક્ષક ઓપરેટ કરે છે
સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્ટ એસ.એમ.સી. અને એસ.એમ.ડી.સી.ના ખાતામાં જમા થાય છે. એ ખાતા શાળાના મુખ્ય શિક્ષક અને સમિતિઓના અધ્યક્ષ ઓપરેટ કરતા હોય છે.

સમિતિની બેઠકમાં ઠરાવ અનિવાર્ય
એસ.એમ.સી. અને એસ.એમ.ડી.સી.ને બેંક ખાતા બદલવા હોય તો સમિતિની બેઠક બોલાવવી પડે અને બેઠકમાં ઠરાવને બહાલી આપવી પડે.

અન્ય સમાચારો પણ છે...