હડતાલ:હાજર થવા ફરમાન પણ 581 આરોગ્ય કર્મીઓ‘ઝુકેગા નહીં’ !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંદોલન થાળે પાડવા સરકારની મથામણ

રાજ્ય સરકાર સંપૂર્ણ માગણીઓ નહીં સ્વીકારે અને તેનો વિધિવત ઠરાવ નહીં કરે ત્યાં સુધી કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય સેવાના 581 કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે તેવો નિર્ધાર ભુજ હિલ હાર્ડન ખાતે જિલ્લાભરમાંથી ઉમટી પડેલા કર્મચારીઓ સમક્ષ મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરિયાએ વ્યક્ત કર્યો હતો. મુખ્ય કન્વીનર દેવુભા વાઘેલાએ ગાંધીનગર ખાતે હળતાલના અનુભવો રજૂ કર્યા હતા.

હડતાલને તોડી નાખવા માટે રાજ્યના આરોગ્ય કમિશનરે એપીડેમીક ડિસીઝ એક્ટ અંતર્ગત હડતાલ ઉપરના કર્મચારીઓને તાત્કાલિક ફરજ ઉપર હાજર થવાના આદેશો કર્યા છે. જોકે હડતાલીયા કર્મચારીઓ પર એક્શન લેવાને બદલે તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે ઠરાવ નહીં ત્યાં સુધી સમાધાન નહીં એવો એકી સાથે સુર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સ્થાનિકે પગાર કાપી લેવાની ધમકી, કર્મીઓ દ્વિધામાં
દરમિયાન સ્થાનિકે આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓના પગાર કાપી લેવાની ધમકી અપાઇ છે. જેથી કર્મચારીઓ દ્વિધામાં મુકાઇ ગયા છે કે,તેમની સેલેરી કેટલી આવશે ? કારણકે હડતાલ 8 તારીખથી શરૂ થઈ અને તેમાં ઘણાએ સીએલ પણ મૂકી હતી.જેથી હવે મહિનો થઈ જતા પગારની તારીખો આવી ગઈ છે ત્યારે સેલેરી કપાઈ જશે કે કેમ ? તે પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...