રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જેની ફી રાજ્ય સરકાર ભોગવે છે. જેના ત્રીજા તબક્કા માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન: પસંદગીની તક આપવામાં આવી છે. જે આજ ગુરુવારથી શનિવાર સુધી ત્રણ દિવસ વેબપોર્ટલ ઉપર અરજ કરી શકાશે.
નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નીલેગ ગોરે જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષ 2022/23માં વિદ્યાર્થીઓની પસંદગી અને 6 કિ.મી.ની ત્રિજ્યાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઈને પ્રથમ, બીજા તબક્કે જગ્યાઓ ભરવામાં આવી હતી. પરંતુ, બીજા તબક્કે ખાલી જગ્યાઓ ઉપર પુન:પસંદગીની તક અપાઈ છે, જેથી જેમને પ્રથમ અને બીજા તબક્કે પ્રવેશ મળ્યો નથી.
માત્ર તેવા વિદ્યાર્થીઓને આર.ટી.ઈ. હેઠળ કરેલી અરજીમાં પસંદ કરેલી શાળાઓમાં ફેરફાર કરવાની તક અપાઈ છે. વેબ પોર્ટલ ઉપર શાળઓની પુન:પસંદગી કરવાની રહેશે, જેમાં એપ્લિકેશન નંબર, જન્મ તારીખની મદદથી લોગ ઈન કરી શકાશે. પોતાની પસંદગીના ક્રમ મુજબની શાળા પસંદ કરવાની રહેશે. ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. પ્રિન્ટની નકલ રિસિવિંગ સેન્ટર પર જમા કરાવવાની નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.