રજૂઆત:જિલ્લા રોજગાર કચેરીમાં 22ના મહેકમ સામે માત્ર 6નો જ સ્ટાફ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેરોજગારોની નોંધણી સહિત કામનું વધી જતું ભારણ
  • ખાલી 16 જગ્યાઓ ભરવા રોજગારમંત્રીને રજૂઆત

કચ્છના પાટનગર ભુજમાં અાવેલી જિલ્લા રોજગાર કચેરીમાં 22ના મહેકમ સામે 16 જગ્યાઅો ખાલી પડી છે, જેના કારણે 6ના સ્ટાફ પર કામનું ભારણ વધી જાય છે. અા મુદ્દે ગાગોદરની સંસ્થાઅે રોજગારમંત્રીને રજૂઅાત કરી, તાત્કાલિક ધોરણે ખાલી પડેલી જગ્યાઅો ભરવા માંગ કરી છે.

વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ-ગાગોદરના પ્રમુખ ધારાભાઇ કલાભાઇ ભરવાડે રોજગારમંત્રીને કરેલી રજૂઅાત મુજબ જિલ્લા રોજગાર કચેરીમાં 22નું મહેકમ છે, જેની સામે હાલે જિલ્લા રોજગાર અધિકારી સહિત અન્ય 5 મળીને માત્ર 6નો જ સ્ટાફ છે અને લાંબા સમયથી 16 જગ્યા ખાલી પડી છે તેમ છતાં પણ અા ખાલી પડેલી જગ્યાઅો ભરવા માટે અાજદિન સુધી તસ્દી લેવાઇ નથી.

સ્ટાફ ઘટના કારણે કામનું ભારણ વધી જાય છે અને તેની વિપરીત અસર રોજગાર નોંધણીની કામગીરી પર પડી રહી છે. કચ્છની જિલ્લા રોજગાર કચેરી ઉપરાંત જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતોમાં 500 જેટલા સ્ટાફની ઘટ છે. દેશના વિશાળ જિલ્લામાં સ્ટાફની ઘટના પગલે લોકોના કામો સમયસર થતા નથી, જેથી તાત્કાલિક જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયતોમાં સ્ટાફની ઘટ નિવારવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...