ભુજ નગરપાલિકાની માલિકીના નાના મોટા 85 વાહનો છે, જેમાંથી અંદાજે 40 જેટલા વાહનો ઠેકેદારને ભાડે અાપી દેવાયા છે, જેથી મરંમતનો ખર્ચ પણ ઠેકેદાર ઉપર હોય. પરંતુ, મિકેનીક બ્રાન્ચે તમામેતમામ 85 વાહનોની મરંમતનો ઠેકો 65 લાખ રૂપિયામાં અાપી દીધો. જોકે, પ્રમુખનું ધ્યાન જતા ખોટા મોટા ખર્ચની ઘાત ટળી ગયાના હેવાલ છે.
ભુજ નગરપાલિકામાં વોટર ટેન્કર, ડ્રેનેજ, સેનિટેશન, રોડ લાઈટ સહિતની બ્રાન્ચ પાસે વાહનો હોય છે. જોકે, મોટાભાગની બ્રાન્ચોઅે કર્મચારીઅો રોકવા કરતા કામગીરી પાર પાડવાનો ઠેકો અાપી દીધો છે અને ઠેકેદારને નગરપાલિકાના વાહનો ભાડે અાપી દીધા છે.
પરંતુ, નગરપાલિકાના વાહનોની વાર્ષિક મરંમતનો ઠેકો અાપવાનું થયું ત્યારે બિનઅનુભવી અને જાણકારીના અભાવે મિકેનીક બ્રાન્ચના હેડ 85 વાહનોની વાર્ષિક મરંમતનો ઠેકો 65 લાખ રૂપિયામાં અાપી દીધો. જોકે, પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કરનું ધ્યાન ગયું, જેથી તેમણે જવાબદારોને ખખડાવતા કહ્યું કે, અમુક વાહનો ખરીદ્યા ત્યારે કંપનીમાં 5 વર્ષ સર્વિસ પિરીયડમાં અાવે છે. અમુક વાહનોની મરંમતની જવાબદારી ઠેકેદારની છે. 85 વાહનોની મરંમતનો વાર્ષિક ઠેકો કેમ હોય. જે બાદ ગૂંચ ઉકેલવા ભૂલ સુધારણા કામગીરી માટે દોડધામ મચી ગઈ હતી.
દરેક પ્રકારના વાહનો અેક જ ઠેકેદારને
સૂત્રોઅે જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકામાં અલગ અલગ પ્રકારના વાહનો હોય છે, જેથી તેની મરંમત કોઈ અેક ગેરેજમાં સંભવ ન હોય. હકીકતમાં જે વાહનની મરંમત જે ગેરેજમાં થતી હોય અે ગેરેજમાં વાહન મરંમત માટે મોકલવું જોઈઅે. જે બાબત મિકેનીક બ્રાન્ચ હેડને કોલ કરતા તેમનો કોલ સતત વ્યસ્ત અાવતો હતો, જેથી વાત થઈ શકી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.