ભાસ્કર એનાલિસિસ:કચ્છમાં ગત વર્ષે ઓગસ્ટ સુધી પડ્યો હતો માત્ર 31 ટકા વરસાદ, ચાલુ વર્ષે જૂલાઇમાં જ વરસી ગયો 117 ટકા

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વર્ષ 2020માં ઓગસ્ટમાં જ થઇ હતી વરસાદ ક્રાંતિ - 684 મીમી સાથે 165% ખાબક્યો હતો
  • આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી
  • કચ્છમાં હવે છેક નવેમ્બર સુધી પડે છે વરસાદ - રેકોર્ડ તૂટશે

કચ્છમાં કુદરતે મહેર કરી છે. જૂલાઇના પ્રથમ 12 દિવસમાં જ મોસમનો 93 ટકા વરસાદ પડી ગયો છે. હાલ ઓગસ્ટમાં કચ્છમાં મોસમનો 117 ટકા વરસાદ થઇ ગયો છે. તેવામાં હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ અપેક્ષા પ્રમાણે વરસાદ થાય તો કચ્છમાં ચાલુ વર્ષે પણ રેકોર્ડ વરસાદ થશે.

કચ્છમાં વરસાદને મીંઢો મી કહેવામાં આવે છે. કારણ કે કચ્છનો વરસાદ અનિયમિત છે. એકાદ-બે વર્ષે દુકાળ અથવા અછતનો લોકો સામનો કરે છે. છેલ્લે 2018માં કારમા દુકાળ બાદ વર્ષ 2019 અને 2020માં રેકોર્ડ બ્રેક વરસાદ કચ્છમાં ખાબક્યો હતો. તો 2021માં ઓગસ્ટ સુધી ચોમાસુ નબળુ ગયું હતું. માત્ર 32 ટકા વરસાદ થયો હતો. જોકે ત્યારબાદ સપ્ટેમ્બરમાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો હતો.

એક જ મહિનામાં 78 ટકા વરસાદ થતા 100 ટકા વરસાદ થઇ ગયો હતો. કચ્છની વરસાદની સિઝન જોઇએ તો હવે સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી વરસાદ થાય છે. જિલ્લામાં આમ તો જુલાઇ સુધી સરેરાશ 50 ટકા વરાસદ પડી જતો હોય છે. જોકે પાછલા બે વર્ષમાં ઓગસ્ટમાં જ વિક્રમી વરસાદ નોંધાયો છે. જ્યારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં સારો વરસાદ પડ્યો હતો.

ગત વર્ષે ઓગસ્ટ સુધી નબળુ ચોમાસુ ગયું હતું તો ચાલુ વર્ષે જૂનમાં જોઇઅે તેવો વરસાદ થયો ન હતો. કચ્છમાં ચોમાસુ પણ હાલના દિવસોમાં વહેલુ બેસી જાય છે. સામાન્ય રીતે કચ્છમાં 25 જૂનની આસપાસ ચોમાસુ બેસે છે. જોકે 2020 અને 2021માં ચોમાસુ વહેલુ બેસી ગયુ હતું. જ્યારે ચાલુ વર્ષે ચોમાસુ સમયસર બેઠું હતું. કચ્છમાં વરસાદની પેટર્ન બદલાઇ રહી છે. હવે ઓગસ્ટમાં પણ સારો વરસાદ પડે છે.

વર્ષ 2019માં કચ્છમાં ઓગસ્ટ અધધ 317 મીમી વરસાદ ખાબક્યો હતો. જે સિઝનના અંદાજે 80 ટકા વરસાદ હતો. તો 2020માં તો ઓગસ્ટમાં વરસાદ ક્રાંતિ થઇ હતી. ત્યારે વિક્રમી 684 મીમી વરસાદ નોંધાયો હતો. એટલે કે સિઝનની સરેરાશનો 165 ટકા વરસાદ આ એક જ માસમાં નોંધાયો હતો. તેવામાં હવે આ વર્ષે પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ખાબકે તેવી આશા વ્યક્ત કરાઇ રહી છે.

વર્ષ અને માસ પ્રમાણે છેલ્લા છ વર્ષમાં પડેલો વરસાદ

માસ2015201620172018201920202021
જુન34 (8.86%)12 (3%)75 (18.58%)4 (1)25 (6.27%)107 (26.05%)56 (12.62)
જુલાઇ429 (110%)45 (11%)262 (65.42%)42 (10.7%)117 (29.18%)261 (63.36%)84 (18.99)
ઓગસ્ટ6 (2%)199 (51%)95 (24%)62 (14.76%)317 (79%)684 (165%)6 (1.35)
સપ્ટેમ્બર58 (15%)6 (1%)32 (7.96%)3 (0.67%)235 (59%)69 (17%)348 (78.73)
ઓક્ટોબર4 (1%)45 (12%)0 (0%)0 (0%)24 (6%)41 (16%)2 (0.45)
કુલ531 (137%)307 (78%)464 (115%)111 (26%)746 (186%)1162 (282%)511 (115)

કચ્છમાં તાલુકાવાર પડેલો વરસાદ

તાલુકો સામાન્યવરસાદટકાવારી
અબડાસા415540130
અંજાર49948296
ભચાઉ47427859
ભુજ411658160
ગાંધીધામ43636484
લખપત366680186
માંડવી488730149
મુન્દ્રા523759145
નખત્રાણા451613136
રાપર50127855
અન્ય સમાચારો પણ છે...