નિર્ણય:આજથી પ્રાથમિક શાળામાં ખાલી જગ્યાઓની ઓન લાઈન એન્ટ્રી

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અાંતરિક બદલીઅો કોમ્પ્યુટરાઈઝ કરવા નિયત થયું
  • 14મીથી 3 દિવસ વિદ્યા સહાયકો અને શિક્ષકો ફોર્મ ભરી શકશે

પ્રાથમિક શિક્ષણ વિભાગે જિલ્લા અાંતરિક માંગણી બદલીની જોગવાઈઅો અનુસાર પ્રાથમિક શિક્ષક અને વિદ્યા સહાયકની માંગણીની બદલીઅો કોમ્પ્યુટર રાઈઝ સિસ્ટમથી અોન લાઈન કરવાનું નિયત કર્યું છે, જેથી અાજથી છેક 28 જૂન સુધી કામગીરી ચાલશે, જેમાં 9મી જૂન ગુરુવારથી 12મી જૂન સુધીના 3 દિવસ દરમિયાન જિલ્લાઅો દ્વારા ખાલી જગ્યાઅોની માહિતી અોનલાઈન અેન્ટ્રી કરવાની કામગીરી પૂરી કરવાની રહેશે.

નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નીલેશ ગોરને કોલ કરી પૂછતા તેમણે વધુ માહિતી અાપતા જણાવ્યું હતું કે, 13મી જૂને ખાલી જગ્યાઅોનું વેરીફિકેશન કરવાની કામગીરી, 14મી જૂનથી 16મી જૂન સુધી શિક્ષક અને વિદ્યા સહાયકો દ્વારા અાંતરિક બદલીઅો માટે અોન લાઈન ફોર્મ ભરવાની કામગીરી, 17મી જૂનથી 19મી જૂન સુધી તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરીફિકેશન કરી અને જિલ્લા કક્ષાઅે મંજુર અરજી વેલીડેશન માટે રજુ કરવાની કામગીરી, 20મી જૂનથી 22મી જૂન સુધી જિલ્લા કક્ષાઅે અરજીઅોની ચકાસણી કરી અેપ્રુવલ કે રિજેકટ કરી અને અેપ્રૂવલ અરજીઅોો અપલોડ કરવાની કામગીરી, 23મી જૂનથી 26મી જૂન સુધી ડેટા વેરીફિકેશન અને પ્રોસેસિંગ સમયગાળો, 27મી જૂન અને 28મી જૂને અોન લાઈન શિક્ષક અને વિદ્યા સહાયકોઅે અાંતરિક બદલીઅોના હુકમ મેળવી લેવાની કામગીરી ચાલશે.

1લી જૂનની સ્થિતિઅે ચોખ્ખી ખાલી જગ્યા ગણવી
અાંતરિક બદલી સમયે ધ્યાનમાં રાખવાની બાબતોમાં જણાવાયું છે કે, જોગવાઈ અનુસાર કેમ્પ જાહેર થાય ત્યારે તે માસની પહેલી તારીખની સ્થિતિઅે વિભાગ, વિષયવાર ચોખ્ખી ખાલી જગ્યા ગણવાની રહેશે. અેટલે કે 1લી જૂનની સ્થિતિઅે ચોખ્ખી ખાલી જગ્યાઅો અપલોડ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...