આયોજન:હમીરસરમાં પાણી આવે તે માટે યુનિ.ની વધુ એક દીવાલ તોડાઇ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપતિ સહિતની ટીમે મુલાકાત લીધી ત્યારે પાણી અવરોધાતુ હતું

કચ્છ યુનિવર્સિટીમાં હમીરસર તળાવની આવના કુદરતી વહેણને અટકાવતી દીવાલો છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ આર. ઠક્કરે શુક્રવારે રાત્રે એક દીવાલ તોડી પાડી હતી. જે બાદ સોમવારની અડધી રાતે અને મંગળવારે સાંજ સુધી સતત વરસાદ વરસ્યો તોય હમીરસર તળાવમાં જોઈતા પ્રમાણમાં પાણી આવતું ન હતું.

જેથી નગરપતિએ ફરી કચ્છ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી, જેમાં એમણે જોયું કે, દીવાલમાંથી નીકળતા પાઇપ વાટે જોશભેર પૂરતું પાણી આવતું નથી અને દીવાલ પાછળ તળાવમાં ફેરવાઈ રહ્યું છે, જેથી એમણે વધુ એક દીવાલ તોડી નાખી હતી.

પાઈપથી કામ નહીં થાય, પુલ બનાવવા પડશે: નગરપતિ
નગરપતિ ઘનશ્યામ આર. ઠક્કરે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કચ્છ યુનિવર્સિટીમાં હમીરસર તળાવના કુદરતી વરસાદી વહેણ અવરોધાય છે. દીવાલમાંથી પાઈપ નંખાયા છે એ પૂરતા નથી. પાઈપથી કામ થાય એમ નથી. ત્યાં મોટા ત્રણ પુલ બનાવવા પડશે. મંગળવારે જે.સી.બી., ઈજનેરો અને નગરસેવકોને સાથે રાખી કામગીરી કરાઈ છે પણ એ કાયમી ઉકેલ નથી. સંશોધન જરૂરી છે. કચ્છમાં વરસાદ ક્યાં હોય છે? શું જરૂર છે? એવી માનસિકતામાંથી બહાર આવી ગંભીરતાપૂર્વક કામ કરવું પડશે. લોકો પણ જાગૃત થઈ એ દિશામાં કામ કરવા આગળ આવે એવો અનુરોધ છે.

અન્ય સમાચારો પણ છે...