પધ્ધર પોલીસે ડીઝલ ચોરીના ગુનામાં પકડેલા જુણા દેઢિયાના ઈસમોએ ઉખડમોરા ઉપરાંત પધ્ધરની કંપનીમાં રહેલા ડમ્પર અને લોડરમાંથી પણ ડિઝલ ચોર્યું હોવાની કબૂલાત આપતા આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પધ્ધર પોલીસમથકેથી જૂની ધાણેટી ગામે રહેતા ગણેશભાઈ જીવાભાઈ ડાંગરની ફરિયાદના આધારે મળતી માહિતી પ્રમાણે, ધાણેટી ગામની સીમ વિસ્તારમાં આવેલી તેમની ચામુંડા મિનરલ્સ નામની કંપનીમાં ડમ્પર નંબર GJ 12BW 4952માંથી 30 લીટર જ્યારે લોડર નંબર GJ 12 CM 2621 માંથી 50 લિટર મળી કુલ 80 લીટર ડીઝલ કિંમત રૂપિયા 7920નું ઇંધણ ચોરાઈ ગયું હતું.જો કે તે સમયે ફરિયાદ કરવામાં આવી ન હતી.
દરમિયાન 12મી મેના જાણવા મળ્યું કે, પદ્ધર પોલીસે ડીઝલ ચોરી કરતા માણસોને પકડયા છે અને તેઓએ ઉખડમોરા પાટિયા પાસે આવેલ કંપનીમાંથી અને ફરિયાદીની ચામુંડા કંપનીમાંથી ડીઝલ ચોર્યાની કબૂલાત આપી છે જેથી ગણેશભાઈએ જુણા દેઢિયાના આરોપીઓ સાલે હાજી લાખા સમા, સલીમ માનસીંગ સમા અને સલીમ સિધિક ઈબ્રાહીમ સમા સામે ડીઝલ ચોરીનો ગુનો નોંધાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.