ભાસ્કર એક્સક્લુઝિવ:પચ્છમમાં મેલેરિયાથી એકનું મોત, ખાવડા વિસ્તારમાં મચ્છરજન્ય બિમારી આઉટબ્રેક થતા ચિંતા પ્રસરી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જોકે મેલેરિયા વિભાગ કહે છે તપાસ સમિતિના રિપોર્ટ બાદ જ કારણ નક્કી થાય

ભુજ તાલુકાના ખાવડા અને પચ્છમ વિસ્તારમાં છેલ્લા પખવાડિયાથી મચ્છરજન્ય બિમારીઅે માથુ ઉચક્યું છે. નાના દિનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના ગામોમાં મેલેરિયા અને તાવના કેસો વધી રહ્યા છે. આ વિસ્તારમાં 50 થી વધુ કેસો દેખાતા ગાંધીનગર આરોગ્ય વિભાગના સંયુક્ત નિયામક દ્વારા ગંભીર નોંધ લઇને જિલ્લા તંત્રને તાકીદના પગલા ભરવા સૂચના અપાતા ત્રણ દિવસ સુધી પચ્છમના 44 ગામોમાં 44 હજારની વસ્તીનો સર્વે કરવા માટે આરોગ્ય વિભાગની ટીમોને ડેપ્યુટ કરવામાં આવી હતી. ગાંધીનગરથી પણ એક તપાસ ટીમ આવી હતી.

આ ત્રણ દિવસના ઝુંબેશ દરમિયાન તાવના 500થી વધુ કેસ સામે આવતા મેલેરિયાની તપાસ માટે મોકલાયા હતા. આ વચ્ચે એક વ્યક્તિનું મેલેરિયાથી મોત થતા ભારે ચકચાર સાથે આ વિસ્તારમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. આ બાબતે મેલેરિયા વિભાગમાં તપાસ કરતા તેમણે એક વ્યક્તિના શંકાસ્પદ મોત બાબતે પૃષ્ટી આપી જણાવ્યંુ કે, હાલ તબક્કે શંકાસ્પદ મોત ગણીને તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટના આધારે મોતનું સાચું કારણ રજૂ થશે.

અન્ય સમાચારો પણ છે...