નિર્ણય:લખપત તાલુકામાં વધુ એકવાર ઇન્ચાર્જ પ્રા. શિક્ષણાધિકારી મુકાયા

દયાપર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેવાડાના પંથકમાં પાંચેક વર્ષથી કાયમી શિક્ષણાધિકારી નથી નિમાયા

પશ્ચિમ કચ્છના છેવાડે આવેલા લખપત તાલુકાના પ્રાથમિક શિક્ષણ પ્રત્યે તંત્ર દ્વારા ઓરમાયું વર્તન કરાતું હોય તેમ વધુ એકવાર પ્રાથમિક શિક્ષણાધિકારીની જવાબદારી ઇન્ચાર્જને સોંપાઇ છે. છેલ્લા પાંચ-છ વર્ષથી કાયમી તાલુકા શિક્ષણાધિકારી ન નિમાતાં શિક્ષણ જગત સાથે સંકળાયેલા વર્તુળો આવું કેમ થાય છે તેવો સવાલ કરી રહ્યા છે.

તાલુકા મથક દયાપર ખાતે આવેલી તાલુકા પંચાયત હસ્તકની શિક્ષણ શાખામાં પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપરાંત અન્ય જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે. પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ નખત્રાણાના ટીપીઓને સોંપાયો હતો. તેમના શીરે ઇન્ચાર્જ તરીકે મુન્દ્રાની જવાબદારી પણ હતી. જો કે, બાદમાં નખત્રાણા ખાતે ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવણભાઇ ઝરિયાને થોડા સમય અગાઉ એક વિવાદિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં તંત્ર દ્વારા તેમની નખત્રાણાથી બદલી કરીને દયાપર મુકાયા હતા.

સપ્તાહ પૂર્વે તેમની અહીંથી પણ બદલી કરીને દાહોદ મુકાતાં ફરી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા ખાલી પડી હતી. લખપત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા પર હવે ભુજ તાલુકા કેળવણી નિરીક્ષક તરીકે ફરજરત સામંતભાઇ વસરાને વધારાનો ચાર્જ સોંપયો છે. આમ ફરી એકવાર ઇન્ચાર્જ ટીપીઓની નિમણૂક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...