કચ્છના પ્રાથમિક શિક્ષકોઅે બીઅેલઅોની કામગીરીના વિવિધ પ્રશ્ને જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરને રજૂઅાત કરી છે. બીઅેલઅોને પરિપત્ર મુજબ જ્યાં સુધી અન્ય કેડરના 18 વિભાગના કર્મચારીઓ મળે ત્યાં સુધી શિક્ષકોને કામગીરી ન સોંપવા, બીઅેલઅો તરીકે ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો કે, જેઓને 3 વર્ષથી વધારે સમય થઈ ગયો છે તેમજ જે શિક્ષકો નિવૃત્તિના આરે છે તેવા પ્રાથમિક શિક્ષકોને મુક્તિ આપી નવાની નિમણુંક કરવા, પ્રાથમિક શિક્ષકો પાસેથી માહિતી મંગાવવા માટે ખૂબ જ ઓછો સમય અપાય છે તેમજ આ બાબતે સતત ફોલોઅપ લેવામાં આવે છે.
પ્રાથમિક શાળાઓમાં હાલ એકમ કસોટી તેમજ બાળકોના શિક્ષણને લગતા અન્ય ઘણાં કામો હોવાથી શિક્ષકો પાસેથી આવા કામ માટે પૂરતો સમય આપવામાં આવે તેમજ માનસિક ટેન્શન રહે એવી રીતે ફોલોઅપ ન લેવા, વિધાનસભાની ચૂંટણી સમયે કરેલી કામગીરીનું ચૂકવણું અમુક તાલુકામાં અમુક કર્મચારીઓનું બાકી છે, જે સત્વરે કરવા, બીઅેલઅો તરીકે રવિવાર તેમજ વેકેશનમાં કામગીરી કરવાના ઓર્ડર કરાય છે અને કામગીરી પણ કરાય છે.
પરંતુ વેકેશન તેમજ રજાના દિવસે કરેલી કામગીરીની વળતર રજાની અમલવારી હજુ સુધી અમુક તાલુકામાં થયેલી નથી, જેથી તેનો નિવેડો લાવવાની માંગ સાથે પ્રમુખ નયનસિંહ જાડેજા, મંત્રી રશ્મિભાઈ ઠક્કર, ભુજ પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, નેશનલ કારોબારી સભ્ય ધીરજ ઠક્કર વગેરેઅે રજૂઅાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.