પશ્ચિમ કચ્છમાં ભારે વર્ષા: પૂર્વમાં ભૂકંપના આંચકા !:વાગડમાં ત્રીજા જ દિવસે ભરૂડીયા પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે પણ 3.2ની તીવ્રતાનું કંપન નોંધાયું હતું

પશ્ચિમી તાલુકાઓમાં સપ્તાહથી અવિરત ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે પૂર્વ કચ્છમાં ધરા અશાંત બની હોય તેમ ત્રણ જ દિવસમાં ભૂકંપના બે આંચકા વાગડમાં નોંધાયા છે.સોમવારે બપોરે 3.29 કલાકે રાપરથી પશ્ચિમ દક્ષીણ પશ્ચિમ દિશામાં 25 કિ.મી. દૂર, ભચાઉ તા.ના ભરૂડીયા નજીકના વિસ્તારમાં 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટે જણાવ્યું હતું. અલબત આ દુર્ગમ વિસ્તારમાં વસતી પાંખી હોવાથી ખાસ કોઇને કંપન અનુભવાયું ન હતું. આ પૂર્વે શનિવારે ભચાઉ તાલુકામાં જ નેર નજીકના વિસ્તારમાં 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, પરિણામે ચોમાસા વચ્ચે વાગડ ફોલ્ટ સક્રિય થયો હોય તેવું જણાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...