ઘાસમાં આગ ફાટી નીકળી:લખપતના અમિયા ગામની સીમમાં પવનચક્કીના કારણે ઉભા ઘાસમાં 25 એકર સુધી આગ ફેલાઈ

કચ્છ (ભુજ )16 દિવસ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ કચ્છના સરહદી લખપત તાલુકામાંપનવચક્કીઓ અને તેના વીજતારના કારણે આગ જેવા બનાવોમાં વધારો થયો છે. આજે અમિયા ગામમાં પવનચક્કીના વીજતારમાં શોર્ટ સર્કિટ થતા તણખા જમીન પર પડ્યા હતા જેના કારણે આગ લાગી હતી અને 25 એકર વિસ્તારમાં ફેલાઈ હતી. આગના કારણે પશુ ચરિયાણ માટેનું સૂકું ઘાંસ બળીને ખાખ થયું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આગની ઘટના આજ રવિવાર બપોર બાદ બની હતી. જેમાં પવનચક્કીની પસાર થતી વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થતા તેના તણખા જમીન પર ઝર્યા હતા અને જમીન પરના સૂકા ઘાસમાં આગ લાગી ઉઠી હતી. અંદાજિત 25 એકર સુધીના વિસ્તારમાં આગ પ્રસરી જતા સૂકું ઘાસ બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. આગના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અનેં આગને કાબુમાં લેવા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. લોકોએ ઝાડી ઝાંખરાની મદદ વડે આગને શાંત પાડી આગળ વધતી અટકાવી હોવાનું ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે થોડા દિવસો પૂર્વે પણ આજ વિસ્તારમાં પવનચક્કીના કારણે આગની ઘટના બનવાથી ઉગેલું ઘાસ બળી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...