લોકોને હાલાકી:એક તરફ 33મા દિવસે આરોગ્ય કર્મીઓની હડતાલથી ગ્રામ્ય આરોગ્ય સેવા ઠપ્પનો દાવો

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આયુષ્યમાન કાર્ડની કામગીરી બંધ,બીમારીથી પીડાતા લોકોને હાલાકી

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફીમેલ હેલ્થ વર્કર છેલ્લા 33 દિવસથી પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે.હડતાલના પગલે મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગચાળો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા તથા કોલેરા, ટાઈફોઇડ, ઝાડા, ઉલ્ટી જેવા રોગ ખૂબ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

એવા સમયે ગામે ગામ આરોગ્યની સેવાઓ પહોંચાડતા આરોગ્ય કર્મચારીઓની હડતાલથી સેવાઓ ખોરવાઈ છે. આ ઉપરાંત આયુષ્યમાન કાર્ડ બનાવવા અને એપ્રુવલ કરવાની કામગીરી ઠપ્પ થઈ જતા ગંભીર બીમારીથી પીડાતા લોકોને ઉચ્ચ સારવાર કરાવવામાં મોટેપાયે વિક્ષેપ આવી રહ્યાનું લોકો અનુભવી રહ્યા છે.

ભાવનગરમાં યોજાયેલી રેલીમાં કચ્છના 523 કર્મીઓ જોડાયા
ગુજરાત રાજ્યના પંચાયત હસ્તકના 10000 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની ત્રણ માંગણીઓને લઈને ભાવનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયા હતા. જેમાં કચ્છમાંથી આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરીયા, મુખ્ય કન્વીનર દેવુભા વાઘેલા તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર યુનિયનના પ્રમુખ ભરતભાઈ ડોડીયા સહિત 523 આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા.મહત્વનું છે કે આ માંગણીઓનો સરકારે હકારાત્મક અભિગમ અપનાવીને અગાઉ ત્રણ - ત્રણ વખત મૌખિક સ્વીકાર કર્યો હોવા છતાં ઠરાવ ન કરતા આરોગ્ય કર્મચારીઓએ જ્યાં સુધી લેખિતમાં ઠરાવ ન મળે ત્યાં સુધી સમાધાન નહીં કરવાની માંગને લઈને દેખાવો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...