કર્મચારીઓનું વોટિંગ:કચ્છની 6 બેઠક પર પ્રથમ દિને 1480 કર્મીએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ ભુજ બેઠક માટે 415 ચૂંટણી કર્મચારીઓનું વોટિંગ

કચ્છની છ બેઠકો માટે તા.1-12ના મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઅો માટે તા.23 અને 24 નવેમ્બર અેમ બે દિવસ પોસ્ટલ બેલેટથી મતદાનની કામગીરી હાથ ધરાઇ છે અને પ્રથમ દિવસે 6 બેઠકો પર 1480 કર્મચારીઅોઅે મતદાન કર્યું હતું. જિલ્લાની 6 વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે.

ત્યારે જે કર્મચારીઅો તા.1-12ના મતદાન કેન્દ્રો ઉપર ફરજ બજાવવાના છે તેવા કર્મચારીઓ તા.23 અને 24 નવેમ્બરના પોસ્ટલ બેલેટથી મતદાન કરશે, જેના પ્રથમ દિવસે 1480 કર્મચારી દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. મતદાન પ્રક્રિયામાં સામેલ તમામ કર્મચારીઓ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેની શરૂઆત તા.23નવેમ્બરથી કરવામાં આવી છે.

બુધવારે પોલીસ, પોલિંગ સ્ટાફ તથા આવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓએ વિવિધ ફેસિલિટેશન કેન્દ્ર પર પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું, જેમાં અબડાસા બેઠક પર 165, માંડવી 247, ભુજ 415, અંજાર 295, ગાંધીધામ 181, રાપર 177 મળી જિલ્લાની 6 બેઠકો પર પ્રથમ દિવસે કુલ 1480 કર્મચારીઓએ મતદાન કર્યું હતું. ગાંધીધામમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ચૂંટણીલક્ષી કાર્યોમાં તૈનાત કર્મીઓનું મતદાન કરાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...