આયોજન:રવિવારે વોર્ડ નં. 6, 7, 8ના પ્રશ્નોના ઉકેલ માટે સુધરાઇ થશે ‘રૂબરૂ’

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કર આયોજિત કાર્યક્રમનો બીજો તબક્કો
  • હાટકેશ કોમ્પલેક્સમાં સવારે 10.30 વાગ્યાથી શરૂ થઈ જશે

દિવ્ય ભાસ્કરે 26મી જૂન રવિવારે વોર્ડ નંબર 1, 2, 3, 4 અને 5ના નાગરિકોની સમસ્યાને વાચા અાપવા માટે ભુજ નગરપાલિકાના પદાધિકારીઅોથી રૂબરૂ કરાવ્યા હતા. જે કાર્યક્રમની સફળતા બાદ હવે વોર્ડ નંબર 6, 7, 8ના નાગરિકોની સમસ્યાને વાચા અાપવા માટે છઠ્ઠીબારી પાસે હાટકેશ કોમ્પલેક્સમાં રવિવારે સવારે 10.30 વાગ્યે રૂબરૂ કાર્યક્રમનું અાયોજન કરાયું છે.

જેમાં નાગરિકોની સમસ્યા સાંભળવા માટે પાલિકાના પદાધિકારીઅો, સ્થાનિક નગરસેવકો અને વિપક્ષીનેતા પણ હાજર રહેશે, દિવ્ય ભાસ્કરે નાગરિકોને નગરપાલિકાના પદાધિકારીઅોથી રૂબરૂ કરાવવા રૂબરૂ કાર્યક્રમની શ્રૃંખલા શરૂઅાત કરી હતી. જે શ્રૃંખલા પાંચકે વર્ષ પહેલા વિરામ લીધા બાદ 26મી જૂન રવિવારથી પુન: શરૂ કરાઈ છે.

બીજા તબક્કામાં 10મી જુલાઈ રવિવારે વોર્ડ નંબર 6, 7, 8ના નાગરિકોને અાવરી લેવામાં અાવશે, જેમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વિપક્ષીનેતા ઉપરાંત સ્થાનિક નગરસેવકો પણ નાગરિકોની સમસ્યા સાંભળવા ઉપસ્થિત રહેશે. કોઈને વિશેષ વિગતો જાણવી હોય તો મોબાઈલ નંબર 9687616719 ઉપર કોલ કરીને મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...